Western Times News

Gujarati News

એ નવજાત બાળકીને 2007માં હ્રદયરોગની સારવાર માટે નરેન્દ્રભાઈ મોદીએ બેંગ્લુરુ મોકલતા મળ્યું હતું નવજીવન

વિદિશા આજે સંપૂર્ણ તંદુરસ્તી સાથે ધોરણ – ૧૦માં અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિ પણ સારી રીતે કરી રહી છે

વડોદરાની વિદિશા નાયકને ૧૮ વર્ષ પહેલા વિશેષ કિસ્સામાં બેંગ્લુરુ સારવાર કરાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ દાખવી હતી ખેવના

૨૦૦૭નું વર્ષ વડોદરાના નાયક પરિવાર માટે બહુ કપરૂ રહ્યું. ઠાકોરભાઇ હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિદ્યાબેન નાયકને માત્ર ૧.૬ કિલોગ્રામ વજન ધરાવતી બાળકીનો જન્મ થયો. દીકરના અવતરણને નાયક પરિવારે વધાવી તો લીધું પણબાળકીને તુરંત બાળકોના આઇસીયુમાં ખસેડવી પડી. તબીબી પરિક્ષણ થતાં માલૂમ પડ્યું કેબાળકીને હ્રદયમાં એક વેઇન જ નથી.

બાળકીના પિતા સુરેશભાઇ નાયક અને પરિવારે હોસ્પિટલ બદલી. કારેલીબાગમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બાળકી અને તેની માતાને દાખલ કર્યા. નાયક પરિવાર ઉપર આફત આવી પડી. બાળકી કુદરત સાથે સંઘર્ષ કરી રહી હતી. આવા જ સંજોગોમાં જ બાળકીનું નામ રાખવામાં આવ્યું વિદિશા.

વિદ્યાબેનસુરેશભાઇ બાળકીની સારવાર માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. પણતેમાં એક મોટો અંતરાય હતો આર્થિક સ્થિતિ. હવે વિદિશાની સ્થિતિની વાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પાસે પહોંચી. બેટી બચાવોબેટી પઢાવોના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદિશાની સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ વિશેષ કિસ્સામાં સારવાર કરાવવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી. એક નવજાત બાળકીને બચાવવા માટેનો આ નિર્ણય મહત્વપૂર્ણ રહ્યો.

આરોગ્ય વિભાગ દ્વારા વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવાનો નિર્ણય થતાંની સાથે જ તેને અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં વિદિશાની સારવાર શરૂ થઇ. તજજ્ઞ તબીબો દ્વારા વિદિશાના હ્રદયનું પરિક્ષણ કરવામાં આવ્યું. પણમાત્ર કેટલાક માસની બાળકીના હ્રદયની સારવાર ત્યાં થઇ શકે એમ નહોતી. હવે શું કરવુંનાયક દંપતી માટે યક્ષપ્રશ્ન થયો.

વિદિશાની સ્થિતિ અંગેની વિગતો ફરી શ્રી નરેન્દ્રભાઇ મોદી પાસે પહોંચી. સારવાર ક્યાં થઇ શકે એમ છે એની વિગતો જાણી તો ખબર પડી કે બેંગ્લુરુની નારાયણ હ્રદયાલયમાં સારવાર થઇ શકે એમ છે. શ્રી મોદીએ તુરંત વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવા માટે મંજૂરી આપી. નાયક દંપતી માટે બેંગ્લુરુની ટિકિટ આવી ગઇ.

તેઓ નાની એવી વિદિશાની લઇ પહોંચ્યા નારાયણ હ્રદયાલય. આ હોસ્પિટલના ચેરમેન ડો. દેવીપ્રસાદ શેટ્ટી દેશના જાણિતા કાર્ડિઓલોજીસ્ટ છે. તેમના દ્વારા વિદિશાની સારવાર શરૂ કરવામાં આવી. આ સારવારનો ખર્ચ ગુજરાત સરકાર વહન કરશેતેવો પત્ર પણ હોસ્પિટલને પાઠવી દેવામાં આવ્યો.

બેંગ્લુરુ ખાતે વિદિશાની લગભગ છ માસ સુધી સારવાર ચાલી. આ છ માસ દરમિયાન એક સોથી વધુ નિષ્ણાંત તબીબોની સલાહ લેવામાં આવી. ૩૦૦થી વધુ વખત ઇકો કાર્ડિઓગ્રામ કરવામાં આવ્યા. વિવિધ પરિક્ષણો કરવામાં આવ્યા. અંતે ઓપરેશનનો દિવસ નિયત કરવામાં આવ્યો. તે વખતે વળી નવી આફત આવી. વિદ્યાબેનને અછબડા નીકળ્યા. એથી થોડા દિવસ ઓપરેશન પાછું ઠેલાયું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાયક પરિવારને આજુબાજુના દર્દીઓના માઠા સમાચાર પણ મળે. એથી એનો જીવ પડીકે બંધાતો રહ્યો. એક દિવસે વિદિશાનું ઓપરેશન કરવામાં આવ્યું. કલાકો સુધી ઓપરેશન ચાલ્યું. શરીરમાંથી હ્રદયને બહાર કાઢવામાં આવ્યું. તેના ઉપર શસ્ત્રક્રિયાઓ કરી સામાન્ય કરવામાં આવ્યું. ઓપરેશન બાદના કેટલાક દિવસો પછી વિદિશા ચેતનવંતી બની. એટલે નાયક દંપતીને રાહત થઇ.

આટલી વાત કરતા વિદ્યાબેન ભાવુક થઇ જાય છે. તે કહે છેભગવાનની કૃપા અને તબીબોની મહેનતથી વિદિશા સાજી થઇ. નરેન્દ્રભાઇ મોદીએ અમારા જેવા સામાન્ય પરિવારની દીકરીની સારવાર માટે છેક બીજા રાજ્યમાં મોકલી. તેનો આભાર માનીએ એટલો ઓછો છે.

આ વાતને આજે ૧૮ વર્ષના વહાણા વીતી ગયા. વિદિશા આજે તંદુરસ્ત છે. ધોરણ – ૧૦માં અભ્યાસ કરે છે. માતાપિતા પાસેથી પોતાની સારવારની વાતો તેમણે સાંભળી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેવી રીતે તેમને મદદ કરીતેની ખબર છે. સુરેશભાઇ નાયક અને વિદ્યાબેન નાયકને બે દિકરીઓ અને એક દીકરો છે. વિદિશા તેમાં વચેટ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થયા. તેમણે ગુજરાતમાં શરૂ કરેલી કલ્યાણકારી યોજનાઓ એક કિસ્સો વિદિશા છે. આવા લાખો પરિવારોની ખુશી અને સ્મીતનું કારણ જ શ્રી મોદીને સેવા કરવાની શક્તિ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.