Western Times News

Gujarati News

JNU હિંસા : ઘોષ સહિત ૧૦ વિદ્યાર્થીઓની ઓળખ થઈ

નવીદિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસે આજે હજુ સુધી પોતાના હાથમાં લાગેલા પુરાવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તપાસ કરી રહેલી એસઆઈટીના હેડ જાય તિર્કીએ માહિતી આપતા કહ્યું હતું કે, હિંસામાં સામેલ રહેલા ૧૦ વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં જેએનયુએસયુ પ્રમુખ આઈશી ઘોષ પણ સામેલ છે. ઓળખી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. તેમને નોટિસ જારી કરીને સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે, વિવાદના કેમેરામાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હતી જેને લઇને લેફ્ટના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા.


પોલીસે પહેલી જાન્યુઆરીથી પાંચમી જાન્યુઆરીની વચ્ચે રજિસ્ટ્રેશનને રોકવા માટે સર્વરને નુકસાન પહોંચાડવાથી લઇને પેરિયાર અને સાબરમતી હોસ્ટેલમાં થયેલી હિંસા સુધીની ઘટનાઓની વિગતવાર માહિતી આપી છે. દિલ્હી પોલીસે કહ્યું છેકે, ત્રીજી જાન્યુઆરીના દિવસે સ્ટુડન્ટ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા , ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન અને ડેમોક્રેટિક સ્ટુડન્ટ ફેડરેશનના સભ્યોએ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને રોકવા માટે જારદારરીતે બળજબરીપૂર્વક સર્વર રુમમાં ઘુસી ગયા હતા અને કર્મચારીઓને બહાર કાઢી દીધા હતા. ત્યારબાદ સર્વરને બંધ કરી દઇને નુકસાન કરવાના પ્રયાસ કર્યા હતા.

ત્યારબાદ સર્વરને કોઇરીતે ઠીક કરીને કામગીરી આગળ વધારવામાં આવી હતી. ચોથી જાન્યુઆરીના દિવસે ફરીથી સર્વર ઠપ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. બપોરમાં પાછળના કાંચના દરવાજાથી કેટલાક લોકો અંદર ઘુસી આવ્યા હતા અને સર્વરને નુકસાન પહોંચાડ્યું હતું. આનાથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે રોકાઈ ગઈ હતી. આ બંને મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. એસઆઈટી હેડે કહ્યું હતું કે, પાંચમી જાન્યુઆરીના દિવસે કેમ્પસમાં હિંસક ઘટનાઓ બની હતી. બપોરમાં પેરિયાર હોસ્ટેલમાં બુરખાધારી હુમલાખોરોએ વિદ્યાર્થીઓને નિર્દયરીતે ફટકાર્યા હતા.

હુમલાખોરોની ભીડમાં જેએનયુએસયુના પ્રમુખ આઈશી ઘોષ પણ હતા. ત્યારબાદ સાંજે સાબરમતી હોસ્ટેલમાં બુરખાધારી શખ્સોએ તોડફોડ કરી હતી. આમાથી પણ કેટલાક વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. હિંસામાં સામેલ રહેલા ૧૦ વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે

જેમાં પૂર્વ કેમ્પસ વિદ્યાર્થી ચુનચુનકુમાર, પંકજા મિશ્રા, આઈશી ઘોષ, પંકજ કુમાર, વાસ્કર વિજય, સુજેતા તાલુકદાર, પ્રિયા રંજન, ડોલન સાવંત, યોગેન્દ્ર ભારદ્વાજ અને વિકાસ પટેલનો સમાવેશ થાય છે. તેમની ઓળખ કરવા માટે સીસીટીવી ફુટેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જા કે, ત્રીજી અને ચોથી જાન્યુઆરીના દિવસે વાઈ-ફાઈ સર્વરને નુકસાન થયું હતું જેથી સીસીટીવીના ફોટાઓ મળી શક્યા નથી.

હુમલાખોરોની ઓળખ વાયરલ થયેલા વિડિયો અને ફોટાઓની મદદથી કરવામાં આવી રહી છે. પાંચમી જાન્યુઆરીના દિવસે હિંસા થઇ હતી પરંતુ તેનાથી પહેલા પણ અનેક ચીજા બની હતી. સમગ્ર વિવાદમાં પહેલીથી પાંચમી જાન્યુઆરી દરમિયાન જેએનયુ વહીવટીતંત્ર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશનનો નિર્ણય કર્યો હતો.

આ નોંધણી વર્ષમાં બે વખત થાય છે. પહેલીથી બીજી ફેબ્રુઆરી દરમિયાન લેફ્ટ સાથે જાડાયેલા વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને રોકી હતી. ત્રીજી અને ચોથી જાન્યુઆરીના દિવસે લેફ્ટના વિદ્યાર્થીઓએ બળજબરીપૂર્વક સર્વરને ઠપ કર્યું હતું. દિલ્હી પોલીસના કહેવા મુજબ હુમલાખોરો કેમ્પસથી ખુબ સારીરીતે વાકેફ હતા. જા કોઇ બહારના રહ્યા હોત તો સરળતાથી એક હોસ્ટેલમાંથી બીજી હોસ્ટેલમાં જઇ શક્યા ન હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.