Western Times News

Gujarati News

VC જગદેશ કુમારને હટાવવા જાેઇએ : મુરલી મનોહર જાશી

નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ગુરુવારે સરકારને જેએનયુ હિંસા કેસમાં વીસી જગદેશ કુમારને હટાવવા કહ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સરકારમાં શિક્ષણ પ્રધાન રહી ચૂકેલા જોશીએ કહ્યું કે સરકારે જે.એન.યુ. ફી મુદ્દાનો ઉકેલ લાવવા માટે વીસીને બે વાર કહ્યું હતું. તેમણે એક ટ્‌વીટ માં લખ્યું છે કે ‘આઘાતજનક વાત છે કે વીસી સરકારની દરખાસ્તનો અમલ નહીં કરવા મક્કમ રહ્યા. આ વલણ નિંદાકારક છે અને મારા મતે આવા વીસીને હોદ્દા પર ચાલુ ન રાહેવા દેવા જોઈએ. ‘


જેએનયુના વીસી જગદેશ કુમારને દેશભરમાંથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં, રવિવારે કેટલાક માસ્કવ્ડ લોકોએ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો અને વિદ્યાર્થીઓને ભારે માર માર્યો હતો. આવી સ્થિતિમાં વીસી જગદેશ કુમારને સમયસર પોલીસને જાણ ન કરવાના આક્ષેપોનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
બીજી તરફ, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ આ હુમલાનો વિરોધ કરી રહ્યા છે. ગુરુવારે વીસી જગદેશ કુમારને હટાવવાની માંગ કરતા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.

જો કે, આ દરમિયાન દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓનો પીછો કર્યો અને તેમને કસ્ટડીમાં લઈ લીધા. પોલીસે અનેક વિદ્યાર્થીઓને માર માર્યો હતો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. પોલીસે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ કોનટ પ્લેસમાં રસ્તાની બાજુમાં ઉભા રહી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમણે વીસી જગદેશ કુમાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિદ્યાર્થીઓનાં આ પ્રદર્શનને કારણે જનપથ ખાતે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઇ હતી. સી.પી.ના આંતરિક વર્તુળમાં ટ્રાફિક બંધ થયો હતો. તે જ સમયે, જનપથથી કેજી માર્ગ તરફ જતા માર્ગ ઉપર લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો. આપને જણા વી દઇએ કે, અગાઉ, જેએનયુ સ્ટુડન્ટ્‌સ યુનિયનના પ્રમુખ આઇશી ઘોષે કહ્યું હતું કે એમએચઆરડીના અધિકારીઓ સાથેની બેઠક અસંતોષકારક છે અને ત્યારબાદ તેઓએ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.