રિઝર્વ બેન્કે UPI લાઈટ વોલેટની મર્યાદા વધારીને રૂપિયા 5000 કરી
નવી દિલ્હી, રિઝર્વ બેન્કે બુધવારે જાહેરાત કરી હતી કે તેણે મોબાઈલ ફોનથી ટ્રાન્ઝેક્શન માટે લોકપ્રિય બનેલી યુપીઆઈ લાઈટ વોલેટની મર્યાદા વધારીને રૂ.5000 કરી દીધી છે અને પ્રી-ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને રૂ.1000 કરી દીધી છે. હાલમાં યુપીઆઈ લાઈટ વોલેટ હેઠળ ટ્રાન્ઝેક્શન દીઠ રૂ.૫૦૦ ની મર્યાદા છે અને કુલ મર્યાદા વોલેટ દીઠ રૂ.૨૦૦૦ની છે. તેમાં ઓટો-રેપ્લિનિશમેન્ટની ફેસિલિટી છે.
હવે યુપીઆઈ૧૨૩પે હેઠળ ટ્રાન્ઝેક્શન દીઠ મર્યાદા રૂ.૫૦૦૦થી વધારીને રૂ.૧૦,૦૦૦ કરી દેવાશે. યુપીઆઈ૧૨૩પે માર્ચ ૨૦૨૨માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફીચરફોન યુઝર્સ યુપીઆઈનો ઉપયોગ કરી શકે છે. આ ફેસિલિટી ૧૨ ભાષામાં ઉપલબ્ધ છે.
અન્ય એક પહેલ હેઠળ આરબીઆઈએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ અને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ્સ માટે બેનિફિશિયરી એકાઉન્ટ નેઈમ લૂક-અપ ફેસિલિટીની જાહેરાત કરી છે.
યુપીઆઈ અને આઈએમપીએસ જેવી પેમેન્ટ સિસ્ટમ્સમાં પેમેન્ટ કરતાં પહેલાં બેનિફિશિયરી એટલે કે રકમ મેળવનારનું નામ વેરિફાઈ કરવાની સવલત છે. આ જ પ્રકારે આરટીજીએસ અને એનઈએફટી સિસ્ટમ્સ માટે પણ આવી સવલતની માગણી થઈ રહી હતી.
આ માટે બેનિફિશિયરી એકાઉન્ટ નેઈમ લૂક-અપ ફેસિલિટી શરૂ કરવામાં આવશે. રકમ મોકલનાર બેનિફિશિયરીના ખાતા નંબર અને બ્રાન્ચ આઈએફએસસી કોડ આપે એટલે બેનિફિશિયરીનું નામ ડિસ્પ્લે થશે. તેનાથી ગ્રાહકનો વિશ્વાસ વધશે કારણ કે તેનાથી બીજી કોઈ વ્યક્તિ કે ખોટા ખાતામાં રકમ જવાની કે ળોડની સંભાવના ઘટી જાય છે.
રિઝર્વ બેન્કે બેન્ચમાર્ક વ્યાજદર યથાવત્ રાખ્યા હોવાથી વિવિધ લોનના વ્યાજદરમાં સીધો ફેરફાર થશે નહીં. રિઝર્વ બેન્કના ગર્વનરે મહત્ત્વનું પગલું ભરતા હોકિશ એટલે કે આક્રમક પોલિસી સ્ટેન્સ બદલીને ‘ન્યૂટ્રલ’ કરી દીધું છે જેને પગલે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાનો માર્ગ મોકળો થયો છે.
આરબીઆઈએ ફુગાવાનો લક્ષ્યાંક ચાલુ વર્ષ માટે ૪.૫% યથાવત્ રાખ્યો છે અને જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૨% જાળવી રાખ્યો છે. જોકે ફુગાવા પર બાજનજર રાખવી પડશે તેમ શક્તિકાંત દાસે કહ્યું હતું. સતત ૧૦મી પોલિસી મીટિંગમાં રેપો રેટ ૬.૫% યથાવત્ રાખવામાં આવ્યા છે.
તેને કારણે હોમ, ઓટો, કોર્પોરેટ અને અન્ય લોનના ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં. વ્યાજદર ફેબ્›આરી ૨૦૨૩માં ૬.૨૫ ટકાથી ૬.૫૦% કરાયા હતા. અન્ય એક પગલાંમાં નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓને ચેતવણી આપી છે કે તેઓ વધુ પડતા ગ્રોથની અપેક્ષા પૂરી કરવા ખોટી પ્રેક્ટિસ બંધ કરે. ‘કોઈપણ ભોગે ગ્રોથ’નો અભિગમ આ કંપનીઓ માટે જ સમસ્યા બનશે.SS1MS