યુએસના ફ્લોરિડામાં સદીના સૌથી વિનાશક વાવાઝોડાનો ખતરો
(એજન્સી)ટેમ્પા, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં બુધવાર સાંજે અથવા ગુરુવારે વહેલી સવારે સદીનું સૌથી મોટું મિલ્ટન નામનું તોફાની વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. પ્રતિકલાક ૨૫૭ કિમી ઝડપથી આગળ વધી રહેલા આ વાવાઝોડાથી ફ્લોરિડાના દરિયાણકાંઠે ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળવાની અને નીચાણવાળા વિસ્તારોમાં વિનાશક પૂર આવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેનાથી ટેમ્પા, સેન્ટ પીટર્સબર્ગ અને સારાસોટા સહિતના શહેરોમાં વિનાશ વેરાવાની શક્યતા છે. The threat of the century’s most destructive hurricane in Florida, US
સત્તાવાળાઓએ લગભગ ૫૯ લાખ લોકોની કુલ વસ્તી સાથેના ફ્લોરિડાની ૧૧ કાઉન્ટીઓમાં ફરજિયાત સ્થળાંતરના આદેશો જારી કર્યા છે. અમેરિકામાં આશરે બે સપ્તાહ પછી આ બીજું વાવાઝોડું ત્રાટકી રહ્યું છે.મિલ્ટન વાવાઝોડુ ટેમ્પાથી આશરે ૩૦૦ માઇલ્સ (૪૮૦ કિમી) ઉત્તરપૂર્વે તરફ હતું અને તે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે.
વાવાઝોડું લેન્ડફોલ કરે તે પછી નબળું પડશે, પરંતુ તે સમયે પણ પવનની ઝડપ આશરે પ્રતિકલાક ૧૩૦ કિમીની હશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ફ્લોરિડામાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ અને અચાનક પૂર આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ ફૂટ ઊંચા મોજા પણ ઉછળી શકે છે.નેશનલ હરિકેન સેન્ટરે ચેતવણી આપી હતી કે મિલ્ટન પશ્ચિમ-મધ્ય ફ્લોરિડા માટે રેકોર્ડ પરનું સૌથી વિનાશક વાવાઝોડું બનવાની શક્યતા છે.
સવારે ૮ વાગ્યાના અપડેટમાં, ફ્લોરિડાના ગવર્નર ડીસેન્ટિસે જણાવ્યું હતું કે વાવાઝોડાથી કેટલું નુકસાન થશે તે ચોક્કસ નથી, પરંતુ પરંતુ તેની અસર ધારણા કરતા વધુ વ્યાપક હશે. ફ્લોરિડાના પશ્ચિમ કિનારા પરના દરેક સ્થળને ગંભીર અસર થઈ શકે છે.
આ વિસ્તારને બે અઠવાડિયા પહેલા હરિકેન હેલેનથી ભારે નુકસાન થયું હતું. તે વાવાઝોડાનો ૩૦૦થી વધુ ડમ્પ ટ્રકો તૈનાત કરી ૧,૩૦૦ લોડ ભંગાર દૂર કરાયો છે.ફ્લોરિડાના પશ્ચિમી દરિયાણકાંઠાના લગભગ સમગ્ર વિસ્તારોમાં વાવાઝોડાની વો‹નગ જારી કરાઈ છે. આ ઉપરાંત પર્વ દરિયા કિનારા સહિતના સમગ્ર રાજ્યોમાં તોફાનાની વો‹નગ જારી કરાઈ છે.