Western Times News

Gujarati News

જ્યાં એક પણ હિંદુ નથી રહેતો તે દેશમાં મોદીએ રામલીલા જોઈ

વિદેશ મંત્રાલયે કહ્યું કે લાઓસમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સદીઓથી પાલન-સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે

લાઓસ,  નવરાત્રિના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (૧૦ ઓક્ટોબર, ૨૦૨૪) આસિયાન ભારત, પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે લાઓસ પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધઆન મોદીએ ત્યાં રામલીલાનો પણ આનંદ માણ્યો. લાઓસ એક બૌદ્ધ બહુમતી ધરાવતો દેશ છે અને ત્યાંની હિંદુ વસ્તી અંગે કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે લાઓસમાં રામલીલાનું આયોજન બંને દેશો વચ્ચેના પૌરાણિક સંસ્કૃતિ અને સદીઓ જૂની વારસાના જોડાણને દર્શાવે છે.

PM @narendramodi  witnessed a captivating performance of the Lao Ramayana, known as Phalak Phalam or Phra Lak Phra Ram. This unique rendition of the Ramayan reflects the deep cultural ties and shared heritage between India and Lao PDR.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઓસના પ્રમુખ રોયલ થિયેટર ઓફ લુઆંગ પ્રબાંગમાં રામાયણનો આનંદ માણ્યો. અહીં રામાયણના એક એપિસોડ, ફલક ફલામનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઓસમાં તેને ‘ફરા લક ફરા રામ’ નામથી પણ ઓળખવામાં આવે છે. કાર્યક્રમ બાદ ઁપીએમ મોદીએ રામાયણના કલાકારો સાથે વાત કરી અને તેમની સાથે ફોટો પણ ખેંચાવ્યો.

વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને અન્ય લોકો પણ PM મોદી સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે લાઓસમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી ઘણી બાબતોનું સદીઓથી પાલન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. બંને દેશો તેમની સામાન્ય વારસા માટે કામ કરી રહ્યા છે. રામાયણ પહેલાં PM મોદીએ વિયÂન્તયાને શ્રી સાકેત મંદિરમાં બૌદ્ધ સંતો સાથેના કાર્યક્રમમાં ભાગ લીધો.

લાઓસ એક દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ છે, જ્યાં રહેતી મોટાભાગની વસ્તી બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. અમેરિકી વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અનુસાર ૨૦૨૩માં લાઓસમાં ૭૯ લાખની વસ્તી રહે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૫માં લાઓસમાં ૬૪.૭ ટકા લોકો બૌદ્ધ ધર્મના છે, ૧.૭ ટકા ક્રિશ્ચિયન વસ્તી છે અને ૩૧.૪ ટકા લોકો એવા છે જેમના ધર્મની જાણકારી નથી. આ ઉપરાંત ૨.૨ ટકા લોકો અન્ય ધર્મોના છે.

આ યાત્રા દરમિયાન ઁસ્ મોદી ૨૧મા આસિયાન ભારત શિખર સંમેલન અને ૧૯મા પૂર્વ એશિયા સંમેલનમાં ભાગ લેશે. લાઓસ આસિયાનનો વર્તમાન અધ્યક્ષ છે. દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર સંઘ (છજીઈછદ્ગ)ની સ્થાપના ૧૯૬૭માં થઈ હતી.

તેના સભ્ય દેશોમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, ભારત, વિયેતનામ, લાઓસ, કંબોડિયા અને બ્રુનેઈ દારુસ્સલામ સામેલ છે. પૂર્વ એશિયા શિખર સંમેલનમાં આસિયાનના ૧૦ સભ્ય દેશો અને આઠ ભાગીદાર દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા અને અમેરિકા ભાગ લઈ રહ્યા છે. તિમોર લેસ્તેને ઈછજીમાં નિરીક્ષકનો દરજ્જો મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.