AAPના 88 માંથી 87 ઉમેદવારોની હરિયાણામાં ડીપોઝીટ જપ્ત
(એજન્સી)નવીદિલ્હી, હરીયાણામાં વિધાનસભા ચુંટણીના પરીણામ આમ આદમી પાર્ટી આપ માટે મોટો ઝટકો છે. આપ ચુંટણીમાં એકપણ સીટ જીતી શકી નથી. આ ચુંટણીમાં તેની સ્થિતી એટલી ખરાબ થઈ છે કે ૮૮માંથી ૮૭ સીટ પર તેની જમાનત જપ્ત થઈ છે.
આપના પ્રદેશ ઉપપ્રમુખ અનુરાગ ઢાડાએ પણ કલાયતી બેઠક પરથી હારનો સામનો કરવો પડયો હતો. કૈથલ જીલ્લાની કલાયત સીટ પર કોગ્રેસના વિકાસ સહારને વિજય મેળવ્યો.
વાસ્તવમાં આમ આદમી પાર્ટી આપે કેજરીવાલે હરીયાણાની લાલ બતાવતા તેના પર નામ પર વોટ માંગ્યા હતાં. ચુંટણીપંચના આંકડા મુજબ હરીયાણાના ૯૦ વિધાનસભામાં એકપણ બેઠક પર આપનો ઉમેદવાર ટકકર આપી શકયો નથી.
દિલ્હી અને પંજાબમાં સત્તા પર બેઠેલી આપને આ વર્ષના પ્રારંભમાં થયેલી લોકસભા ચુંટણીમાં પણ ખાસ સફળતા મળી ન હતી. કોગ્રેસની સાથે જોડાણની વાતચીત સફળત ન થતાં આપે ચુંટણી એકલા થઈ હાથે લડી હીત.
ચુંટણી પ્રચાર દરમ્યાન પક્ષના રાષ્ટ્રીય સંયોજજક અરવીંદ કેજરીવાલે જણાવયું હતું કે, જો તે ત્રણથી ચાર મહીના પહેલા છૂટયા હોત તો ચુંટણી પછી હરીયાણામાં તેમની પક્ષે સરકાર બનાવી લીધી હોત.