Western Times News

Gujarati News

ખાનગી ડોકટરો દર્દીઓને SVPમાં દાખલ કરી સારવાર કરી શકશે

દર્દીએ સારવારનો ખર્ચ હોસ્પિટલને આપવાનો રહેશે, હોસ્પિટલ ડોકટરને ચુકવણી કરશે

(એજન્સી)અમદાવાદ, એસવીપી હોસ્પિટલમાં વીઝીટીગ કન્સલન્ટ તરીકે સેવા આપતા ખાનગી ડોકટરો હવે તેમના દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરી શકશે. ખાનગી પ્રેકટીસ કરતા અને હોસ્પીટલમાં વીઝીટીગ કન્સલટન્ટ તરીકે સેવા આપતા ૩૦ ડોકટરો સાથે હોસ્પિટલે એમઓયુ કર્યા છે.

જેમાં ડોકટરો તેમના દર્દીને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દખાલ કરી તેમની સારવાર કરી શકશે. જેમાં દર્દીઓ હોસ્પિટલને આઅપવાનો રહેશેને ડોકટરને વીઝીટીગ ફી તથા ઓપરેશન સહીતનો ખર્ચ હોસ્પિટલ દ્વારા ચુકવવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીઓની ઓછી સંખ્યાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ખાનગી ડોકટરોના દર્દીઓને હોસ્પીટલમાં સારવાર માટેની છુટ બાદ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એસવીપી હોસ્પિટલમાં વીઝીટીગ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને ખાનગી પ્રેકટીસ કરતા ૩૦ જેટલા ડોકટરો સાથે હોસ્પીટલ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં આ ડોકટરો સાથે હોસ્પિટલ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં આ ડોકોટરો તેમના ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી શકશે.

આ નિર્ણયથી એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થશે અને મેડીકલ કોલેજના વિધાર્થીઓને અલગ અલગ કેસોમાં વધારે શીખવા મળશે. જેથી આવા કેસમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેનો ખર્ચ દર્દીએ હોસ્પિટલને ચુકવવાનો રહેશે. આમ દર્દી દાખલ થયા બાદ તે રજા લઈને જાય ત્યાં સુધીની સારવારનો ખર્ચ હોસ્પિટલમાં જ જમા કરાવવાનો રહેશે.

બીજી બાજુ,હોસ્પિટલ દ્વારા આ ડોકટરોને વીઝીટીગ અને ઓપરેશન ફી નકકી કરવામાં આવેલી છે તે ચુકવવામાં આવશે. એટલે દર્દી દાખલ થયા બાદ હોસ્પીટલને ચુકવણી કરશે એન તેમાંથી નકકી કરેલા દર અનુસાર ડોકટરોને વીઝીટીગ ફી ઓપરેશન ફી સહીતના અન્ય તમામ પ્રકારની ચુકવણી હોસ્પિટલ દ્વારા કરાશે.

જોકે, આ સુવિધા માત્ર સ્પેશીયલ રૂમ, સેમી સ્પેશીયલ રૂમ અને વીઆઈપી રૂમ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. દર્દીઓ મોટે આયુષ્યમાનકાર્ડ અને મેડીકલેમ સુવિધા પણ પોતાના હોસ્પિટલમાં વધુ દર્દીઓ હોય ત્યારે એસવીપીમાં દર્દીઓને દાખલ કરી સારવાર કરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.