એમેઝોન ઈન્ડિયાએ ઇ-કોમર્સ થકી સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા, DPIIT સાથે ભાગીદારી કરી

- એમેઝોન ઈન્ડિયા ઇ-કોમર્સ થકી દેશભરમાં તેમના વ્યવસાયોને વધારવા માટે સ્ટાર્ટઅપ્સને મદદ કરવા સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે સહયોગ કરશે
- એમેઝોન ઈન્ડિયા ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી (BHASKAR) પ્લેટફોર્મની પહોંચ વધારવામાં મદદરૂપ થવા સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે ભાગીદારી કરશે
- એમેઝોન સહેલી x સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામ દ્વારા એમેઝોન ક્ષમતા નિર્માણ દ્વારા પસંદગીની મહિલા ઉદ્યોગસાહસિકોની ઇ-કોમર્સ સફરને વેગ આપવા, કુશળતા વધારવાની તકો પૂરી પાડવા અને વિકાસને પ્રોત્સાહન આપવા પર કામ કરશે.
અમદાવાદ– એમેઝોન ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે તે ઇ-કોમર્સ થકી સ્ટાર્ટઅપ્સના વ્યવસાયો ઊભા કરવા અને વધારવા માટે તેમને સશક્ત કરવાના ઉદ્દેશ્યથી વિવિધ પહેલ હાથ ધરવા માટે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના નેજા હેઠળ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે કામ કરશે. Amazon India partners with Startup India, DPIIT to empower startups through e-commerce.
એમેઝોન સ્ટાર્ટઅપ ઈન્ડિયા પોર્ટલ પર સમર્પિત પેજ થકી એમેઝોન ઈન્ડિયાના માર્કેટપ્લેસ પર રજિસ્ટર કરીને ઇ-કોમર્સમાં તકો ઝડપવા માટે લાયક સ્ટાર્ટઅપ્સને સક્ષમ બનાવવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે સહયોગ સાધશે. એમેઝોન સ્ટાર્ટઅપ્સને સમર્પિત ઓનબોર્ડિંગ અનુભવ પૂરો પાડશે જેનાથી તેમને સ્થાનિક માર્કેટની એક્સેસ, એમેઝોન લીડર્સ તરફથી મેન્ટરશિપ, ગો-ટુ-માર્કેટ સપોર્ટ અને લોજિસ્ટિક માર્ગદર્શન મેળવવામાં મદદ મળશે.
આ ઉપરાંત તે તેના સહેલી પ્રોગ્રામ થકી ઇ-કોમર્સમાં મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત કરવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે ભાગીદારી કરશે. આ સહયોગ હેઠળ ભારતમાં લાયક મહિલાઓના નેતૃત્વમાં નાના તથા મધ્યમ કદના વ્યવસાયોની ઇ-કોમર્સ સફરને વેગ આપવા માટે બનાવાયેલા હાઇ-ઇમ્પેક્ટ લર્નિંગ પ્રોગ્રામ ચલાવાશે.
એમેઝોન પે, એમેઝોન ઇન્સેન્ટિવ્સ, એમેઝોન બિઝનેસ, એમેઝોન ટ્રાન્સપોર્ટ, એડબ્લ્યુએસ, એમેઝોન એડવર્ટાઇઝિંગ અને મિની ટીવી સહિતની એમેઝોનની વ્યાપક સર્વિસીઝ આ પ્રોગ્રામનો ભાગ બનનારા વિમેન સ્ટાર્ટઅપ્સ માટે ઉપલબ્ધ રહેશે. તે ફેશન, ફૂડ એન્ડ બેવરેજીસ, ટેક્સટાઇલ એન્ડ એપરલ, ટોય્ઝ એન્ડ ગેમ્સ, ઓટોમોટિવ, આર્ટ એન્ડ ફોટોગ્રાફી, પેટ એન્ડ એનિમલ્સ, એગ્રીકલ્ચર અને બીજી અનેક સહિતની સંબંધિત ઇન્ડસ્ટ્રીનો સમૂહ આવરી લેશે.
આ ઉપરાંત, એમેઝોન સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી (BHASKAR) પહેલ વિશે જાગૃતતા ફેલાવવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે ભાગીદારી કરશે. BHASKAR એ સ્ટાર્ટઅપ્સ, ઇન્વેસ્ટર્સ, મેન્ટર્સ, સર્વિસ એનેબલર્સ અને સરકારી સંસ્થાઓ સહિત આંત્રપ્રિન્યોરિયલ ઇકોસિસ્ટમમાં મહત્વના હિસ્સેદારોમાં સેન્ટ્રલાઇઝ કરવા, સ્ટ્રીમલાઇન કરવા અને સહયોગ વધારવા માટેનું પ્લેટફોર્મ છે.
આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ના જોઇન્ટ સેક્રેટરી શ્રી સંજીવે જણાવ્યું હતું કે “એમેઝોન સાથેના અમારા સહયોગનો ઉદ્દેશ તેમની ઉદ્યોગસાહસિકતાની સંભાવનાઓને ખોલવા અને નવા વૃદ્ધિ માર્ગોની પહોંચ સુલભ બનાવવા માટે સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાનું છે.
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ માટે ભારત સરકારની મુખ્ય પહેલ તરીકે સ્ટાર્ટઅપ ઈન્ડિયાની ભૂમિકા સાથે એમેઝોનની ઇ-કોમર્સ નિપુણતાને ભેળવીને અમે સ્થાનિક સ્તરે આગળ આવવા માટે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસીસ માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડીશું. આ ઉપરાંત સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને એમેઝોન ઈન્ડિયા વચ્ચેનો સહયોગ વિવિધ સેક્ટર્સ અને પ્રદેશોમાં ભારતીય ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા તથા નવીનતા દ્વરા દેશમાં આર્થિક વિકાસ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”
એમેઝોન ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ-પબ્લિક પોલિસી શ્રી ચેતન કૃષ્ણસ્વામીએ જણાવ્યું હતું કે “ભારતમાં સ્ટાર્ટઅપ્સ તમામ વિવિધ ઉદ્યોગોમાં સફળ વ્યવસાય ઊભા કરવા માટેના તેમના અડગ નિર્ધાર અને ઇચ્છાશક્તિના લીધે દરેકના માટે પ્રેરણા સમાન છે. ઇ-કોમર્સની શક્તિનો લાભ લઈને તેઓ નવી ઊંચાઈ સર કરી રહ્યા છે અને તેમની નવીનતમ પ્રોડક્ટ્સ સાથે દેશના વિવિધ ભાગોમાં ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી રહ્યા છે.
અમે ભારતમાં આર્થિક વિકાસને આગળ ધપાવવા તથા ઉદ્યોગસાહસિકોને સશક્ત કરવાના સમાન લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડીપીઆઈઆઈટી સાથે હાથ મિલાવતા ગર્વ અનુભવીએ છીએ. આ ઉપરાંત, તે વિવિધતમ અને સમાવેશક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના એમેઝોન ઈન્ડિયાના નિર્ધારને પણ વ્યક્ત કરે છે જ્યાં મહિલા ઉદ્યોગસાહસિકો તેમની સંપૂર્ણ સંભાવનાઓને સાકાર કરવાના ટૂલ્સ તથા તકોથી સજ્જ છે.”
સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને એમેઝોન ઈન્ડિયા વચ્ચેની આ વ્યાપક ભાગીદારી ભારતમાં સ્ટાર્ટઅપ્સના વિકાસને આગળ વધારવા માટે શક્તિશાળી પ્લેટફોર્મ ઊભું કરશે અને એસએમબીને ઇ-કોમર્સ થકી તેમના વ્યવસાયોને આગળ વધારવા માટે તથા એમેઝોન જ્યાં ડિલિવરી કરે છે તે સર્વિસેબલ પિનકોડ્સમાં વ્યાપક ગ્રાહક આધાર સુધી પહોંચીને નેશનલ બ્રાન્ડ્સ બનવા માટે સક્ષમ બનાવશે.