BoBએ સચિન તેંડુલકરને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી આઈકોનિક પાર્ટનરશીપની જાહેરાત કરી
સચિનની ઉત્કૃષ્ટતા અને વિશ્વાસની વિરાસત તથા તેમની વ્યાપક અપીલ બેન્કની સૌથી વિશ્વાસપાત્ર બેન્કો પૈકી એક બેન્ક તરીકેની પ્રતિષ્ઠાને વધારે છે.
બેન્ક ઓફ બરોડાની પરિવર્તનકારી યાત્રામાં એક નવા તબક્કાની શરૂઆત થઈ
‘બૉબ માસ્ટરસ્ટ્રોક સેવિંગ અકાઉન્ટ’ એક પ્રીમિયમ બેન્ક અકાઉન્ટ છે, જે અનેક પ્રકારની સર્વિસની ઓફર કરે છે.
મુંબઈ, 07 ઓક્ટોબર 2024: વિશાળ આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ ધરાવતી બેન્ક ઓફ બરોડાએ આજે ક્રિકેટ જગતના દિગ્ગજ સચિન તેંડુલકરને બેન્કના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છે અને આ માટે હસ્તાક્ષર કર્યાં છે. સચિન તેંડુલકર અને બેન્ક ઓફ બરોડા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ઉત્કૃષ્ટતા અને વિશ્વાસ જેવા મુખ્ય મૂલ્યોના ગહન અલાઈમેન્ટ પર આધારિત છે. Bank of Baroda announces Iconic Partnership with Sachin Tendulkar as its Global Brand Ambassador. આ ભાગીદારી એવા સમયમાં થઈ છે કે જ્યારે બેન્ક ઓફ બરોડા પોતાની પરિવર્તન યાત્રાના આગામી તબક્કાની પૂર્વભૂમિકાને તૈયાર કરી રહી છે અને આ માટે તે સચિનની બ્રાન્ડની જે પ્રતિભા રહેલી છે તેનો લાભ ઉઠાવી વિકાસના માર્ગે આગળ વધી રહી છે.
બેન્ક ઓફ બરોડા સચિનને લઈ પોતાનું પ્રથમ કેમ્પેઇન શરૂ કરવા જઈ રહી છે, જેનું નામ “પ્લે ધ માસ્ટરસ્ટ્રોક” છે. આ અભિયાન લોકોને માસ્ટરસ્ટ્રોક રમવા અને પોતાની આર્થિક જરૂરિયાતોને પુરી કરવા એક એવી બેન્કની પસંદગી કરવા પ્રોત્સાહન આપે છે કે જેના પર લાખો લોકો વિશ્વાસ કરે છે અને જે એક સદી કરતાં પણ વધારે સમયની વિરાસત ધરાવે છે.
દેશના તમામ વિસ્તારોમાં પોતાની સામૂહિક અપીલ અને ભારતની વૈવિધ્યપૂર્ણ જનસંખ્યાને સામેલ કરવા સાથે સચિનને બેન્ક ઓફ બરોડાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂ કરવામાં આવશે, જે બેન્કના તમામ બ્રાન્ડિંગ કેમ્પેઇન્સ, આર્થિક સાક્ષરતા તથા છેતરપિંડી જેવી ઘટનાઓને અટકાવવા જાગૃતિ કેળવવાના કાર્યક્રમો અને કન્ઝ્યુમર એજ્યુકેશન પ્રત્યે ભાર આપવાનો સમાવેશ કરવામાં આવશે. બેન્ક ઓફ બરોડા 17 દેશમાં ઉપસ્થિતિ ધરાવે છે અને સચિન એક ગ્લોબલ સ્પોર્ટીંગ આઈકોન તરીકે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ડને ઉપર ઉઠાવવામાં મદદરૂપ બનશે.
આ સહયોગ અંગે ટિપ્પણી કરતા બેન્ક ઓફ બરોડાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી દેવદત્ત ચંદએ કહ્યું કે, “ભારતના મહાન ખેલાડીઓ પૈકી એક એવા સચિન તેંડુલકરે પોતાના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવા તે બેન્ક ઓફ બરોડા માટે ખૂબ જ ગર્વની વાત છે.સચિન એક ગ્લોબલ આઈકોન છે, તેમણે હંમેશા ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે, તેઓ મેદાનમાં હોય કે મેદાન બહાર હોય, તેમણે પોતાના કાર્યોથી અમને પ્રેરિત કર્યાં છે.
એવી જ રીતે બેન્ક ઓફ બરોડા સમગ્ર દેશમાં લાખો લોકો માટે એક વિશ્વાસપાત્ર ભાગીદાર રહેલ છે, જેણે લોકોને આર્થિક મહત્વકાંક્ષા એટલે કે તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ બનાવેલ છે. સચિન નેતૃત્વ, ઉત્કૃષ્ટતા, વિશ્વાસ, સાતત્યતા તથા પેઢીઓથી ચાલી આવતી વિરાસતનું પ્રતીક છે- આ એ મૂલ્ય છે કે જે બેન્ક ઓફ બરોડાની એક સદી લાંબી યાત્રાનો આધાર છે.અમે સચિનની સાથે ભાગીદારી કરવા અને આ સહયોગને જીવંત બનાવવા માટે ઉત્સાહિત છીએ.
બેન્કે ‘બૉબ માસ્ટરસ્ટ્રોક સેવિંગ્સ અકાઉન્ટ’ની શરૂઆત કરવાની જાહેરાત કરી છે, જે એક ખાસ બચત બેન્ક ખાતુ છે, જેને વિશેષ રીતે પ્રીમિયમ સર્વિસ ઈચ્છતા ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. ‘બૉબ માસ્ટરસ્ટ્રોક સેવિંગ્સ અકાઉન્ટ’પોતાની પ્રોડક્ટના નિર્માણ તથા ડિઝાઈનમાં સર્વશ્રેષ્ઠ ફિચર્સ, વિશ્વસનીયતા અને દિર્ઘકાલિન આર્થિક આયોજન પર ભાર આપે છે.
પોતાના હાઈ-એન્ડ કસ્ટમર્સ માટે બેન્કની ઓફરને આગળ વધારતા બૉબ માસ્ટરસ્ટ્રોક અકાઉન્ટ અનેક સુવિધા ધરાવે છે, જેમાં ફ્લેક્સી ફિક્સ્ડ ડિપોઝીટ ફેસિલિટીના માધ્યમથી ખાતામાં રહેલી બેલેન્સ પર ઊંચો વ્યાજ દર,રિટેલ લોન પર કન્સેશનલ આરઓઆઈ, બોબ વર્લ્ડ ઓપુલેન્સ વિઝા ઈનફિનિટ ડેબિટ કાર્ડ (મેટલ એડિશન) તથા લાઈફ-ટાઈમ ફ્રી ઈટરના ક્રેડિટ કાર્ડ (યોગ્યતાને આધિન)નો સમાવેશ થાય છે. બૉબ માસ્ટરસ્ટ્રોક ખાતાધારકોને પ્રાયોરિટી બેન્કિંગ/વેલ્થ મેનેજમેન્ટકન્સલ્ટેશન્સ, ઊંચી ઉપાડ મર્યાદા તથા અન્ય એક્સક્લુઝિવ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
“આ ભાગીદારી અંગ પોતાના વિચારો રજૂ કરતાં શ્રી સચિન તેંડુલકરે કહ્યું કે, “હું બેન્ક ઓફ બરોડા સાથે ભાગીદારી કરી ઘણો ખુશ છું, આ એક એવી સંસ્થા છે કે જે વિકસિત થયેલ છે અને સમયની સાથે સાથે પ્રાસંગિક બનતી આવેલ છે. એક દાયકા કરતાં વધારે સમય અગાઉ પોતાની સામાન્ય શરૂઆતથી બેન્ક ઓફ બરોડાએ ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને ઈનોવેશનના શ્રેષ્ઠ સિદ્ધાંતો પર આધારિત એક અગ્રણી બેન્કિંગ સંસ્થા તરીકે વિકસિત થઈ છે. આ મૂલ્ય મારા માટે ખૂબ જ મહત્વના છે અને મારું માનવું છે કે કોઈપણ પ્રયાસમાં સફળતા માટે આ ખૂબ જરૂરી છે.હું બેન્ક ઓફ બરોડા સાથે એક સાર્થક સહયોગ કેળવવાની આશા ધરાવું છું.”
શ્રી ચંદે વધુમાં જણાવ્યું હતું કે “અમારી મહત્વકાંક્ષા રહી છે કે દેશનો દરેક નાગરિક બેન્ક ઓફ બરોડને પોતાની પસંદગીના બેન્કિંગ પાર્ટનર તરીકે પસંદ કરી “માસ્ટરસ્ટ્રોક રમે”