Western Times News

Gujarati News

જે યુવતીઓએ નવરાત્રીમાં પાસના નાણાં આપીને એન્ટ્રી લીધી છે એવી તમામ યુવતીઓને પૈસા પાછા અપાશે

પાસના પૈસા આપી આવનાર નડિયાદની ૭ હજાર યુવતિઓના ખાતામાં નાણાં પરત આપવાનું ધારાસભ્ય જાહેર કર્યું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નવરાત્રિ પર્વમાં આઠમના નોરતે નડિયાદમાં નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ જેમના પ્રેરણા અને માર્ગદર્શનથી ચાલતું હતું એવા ધારાસભ્ય પંકજ દેસાઈએ એવી જાહેરાત કરી હતી કે જે યુવતીઓએ નવ દુર્ગા નવરાત્રી મહોત્સવમાં પાસના નાણાં આપીને એન્ટ્રી લીધી છે

એવી તમામ યુવતીઓને પાસમાં પૈસા રિટર્ન કરવામાં આવશે.. આ જાહેરાતથી યુવતીઓમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો છે એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરી ખરીદી કરેલા પાસના નાણાં તેમના ખાતામાં ટૂંક સમયમાં જ રીફંડ આપવા આવશે.

નડિયાદમાં પીપલગ રોડ પર રાધે ફાર્મ ખાતે નવદુર્ગા નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈના સિધા માર્ગદર્શન હેઠળ થયું છે. ગતરોજ આઠમના નોરતે ગરબે ઘૂમતી દીકરીઓ માટે મહત્વની જાહેરાત પંકજ દેસાઈ દ્વારા કરાઈ છે.

જેમાં ધારાસભ્યએ જણાવેલ કે, ૧ સપ્ટેમ્બરથી લઈને ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી જે દીકરીઓએ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવના પાસ ઓનલાઇન બુકિંગમાં ખરીદેલા છે તેવી ૭ હજાર જેટલી દીકરીઓને આ પાસના નાણાં પરત અપાશે.

પાસ ધારક દીકરીઓના બેંકના ખાતામાં રિફંડ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઈ, મારૂલબેન દેસાઈ સહિત આયોજકો હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે, આ અગાઉ પણ ધારાસભ્ય દ્વારા ખેડા જિલ્લાની ૫૦૭ દીકરીઓના તેમના જન્મદિવસ નિમિત્તે નવદુર્ગા નવરાત્રિ મહોત્સવના ગરબાના પાસ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

આ સાથે નડિયાદ સંતરામ મંદિરમાં પણ રૂપિયા ૧ લાખનુ દાન આપવામાં આવ્યું છે. તેમજ સ્વામિનારાયણ મંદિર અબુધાબી ખાતે રૂપિયા ૧ લાખના ચાંદીના દીવાનું દાન પણ આપવામાં આવ્યું છે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આ ભવ્ય અને વિશાળ આયોજનને સફળ બનાવવા બદલ સૌ ખેલૈયાઓનો, આયોજકોનો અને ભાજપ પરિવારના સભ્યોનો આભાર માન્યો હતો.આ પ્રસંગે ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.