૩૩ ચોરીના ગુનામાં સડોવાયેલ તસ્કર પકડાયો: ગુજરાતના શહેરોમાં ફરી ચોરી કરતો હતો
ખેડા એલસીબી પોલીસે બાતમીના આધારે નડિયાદ બસ સ્ટેન્ડની બહારથી તેને પકડી વધુ તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા, આણંદ,ભરૂચ તેમજ વડોદરા શહેર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોના ચોરીના કુલ-૩૩ ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા રીઢા ચોરને ખેડા એલસીબી પોલીસે પકડી પાડી ૩૩ ગુનાના ભેદને ખોલ્યા છે આ આરોપીની વધુ તપાસમાં અન્ય ચોરીના ભેદ ખૂલે તેવી શક્યતા સેવાઈ રહી છે
આખા ગુજરાતમાં ચોરી કરીને પોલીસને પડકાર ફેકનાર આરોપી આખરે પાંજરે પુરાઈ ગયો છે આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા એલસીબી પીઆઇ કે આર વેકરીયા ના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ખેડા જિલ્લા સહિત અન્ય જિલ્લામાં બનતા ગુનાઓમાં સંડોવાયેલા અને ખેડા જિલ્લામાં આવીને છુપાતા ગુનેગારોને પકડવા માટે કામે લાગી છે.
એલસીબી પોલીસ નડિયાદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નડિયાદ બસ સ્ટેશન પાસે આવતા અ.હેઙકો ઋતુરાજસિંહ ગોપાલર્સિહ તથા પો.કો.કુલદિપસિંહ જયવંતસિંહ નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે સન ૨૦૨૨ માં નડિયાદમાં થયેલી ચોરીનો આરોપી વિજયભાઇ ઉર્ફે સલીમ ઉર્ફે ચામડી સવજીભાઈ ઠાકોર રહે.ધોળકા, અમૃતગંગા પાણીની ફેક્ટરી સામે નડિયાદ બસ સ્ટેશન બહાર નીકળી રહ્યો છે
જેથી પોલીસે ત્યાં જઈને આ બહુ નામધારી વિજયને પકડી પાડ્યો હતો અને મ્દ્ગજીજી ૩૫(૧) જે મુજબ અટક કરી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.
અત્રે નોંધનીય છે કે આ વિજય ખેડા આણંદ અંકલેશ્વર ભરૂચ વડોદરા સહિતના જિલ્લામાં તેમજ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ૩૩ કરતા પણ વધુ ચોરીના ગુના કરી ચૂક્યો છે અને પોલીસથી બચવા માટે તે અલગ અલગ નામ ધારણ કરીને ફરે છે ખેડા એલસીબીના હાથે પકડાયેલા આ વિજય ની વધુ તપાસમાં ઘણું બહાર આવી શકે તેમ છે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે