પત્નિની નજર સામે જ રહેંસી નાખ્યો યુવકને ગરબા પછી નજીવી બાબતે ઝઘડો થતાં
પÂત્નને વારંવાર જોઈ રહેલા યુવકોને ટોકતાં છાતીમાં છરી મારી
અમીરગઢ, અમીરગઢ તાલુકાના વેરા ગામેથી બુધવારે રાત્રે દંપતિ ઈકબાલગઢ ગામે નવરાત્રિ જોવા આવ્યું હતું તે વખતે અમીરગઢના રબારણ ગામના ત્રણ જણા યુવકની પત્નિની સામે જોઈ રહ્યા હતા.
આથી આ દંપતિ ઘરે જવા નીકળ્યું હતું તે વખતે આ ત્રણેય જણાએ પીછો કરતાં યુવકને તેમને ટોકતાં આ ત્રણેય જણા ઉશ્કેરાઈ ગયા હતા અને એક જણાએ યુવકની છાતીમાં છરી મારી હતી જયારે અન્ય બે જણાએ ગડદાપાટુનો માર મારતાં યુવકનું મોત નીપજયું હતું. આ અંગે મૃતકની પÂત્નએ ત્રણેય વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વેરા ગામના હીરકીબેન દીપાભાઈ વાંસિયાના લગ્ન રાજસ્થાનના પીંડવાડા તાલુકાના ફુટેલા ગામે થયા છે તેઓ નવરાત્રિ દરમિયાન પતિ સાથે પોતાના પિયર વેરા ગામે આવ્યા હતા તેઓ બુધવારે રાત્રે પતિ દીપાભાઈ સાથે ઈકબાલગઢ ગામે નવરાત્રિ જોવા માટે આવ્યા હતા. આ વખતે અમીરગઢના રબારણ ગામના ચંદુભાઈ ગેનાભાઈ પરમાર, અજમલભાઈ કેવળાભાઈ પરમાર અને મુકેશભાઈ સાયબાભાઈ વાંસિયા હીરકીબેન અગાઉથી ઓળખતા હતા.
તેઓ હીરકીબેન સામે વારંવાર જોઈ રહ્યા હતા જેથી મહિલાના પતિ દીપાભાઈ પત્ની સાથે ઘરે પરત જવા નીકળી ગયા હતા. જોકે આ ત્રણેય જણા આ દંપતિની પાછળ પાછળ આવતા દીપાભાઈએ તેમને ટોકીને કહ્યું હતું કે, તમે ગરબામાં પણ મારી પત્નિ સામે જોઈ રહ્યા હતા અને અહીં પણ પીછો કરીરહ્યા છો. આથી આ ત્રણેય જણાં ઉશ્કેરાઈ ગયા હતા
અને અપશબ્દો ઉચ્ચારી ચંદુભાઈએ તેની પાસે રહેલી છરી દીપાભાઈને છાતી અને માથામાં મારી હતી જયારે અજમલ અને મુકેશે ગડદાપાટુનો મારમાર્યો હતો છરીનો ઘા વાગતા દીપાભાઈ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડતાં હીરકીબેને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જયાંથી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને દીપાભાઈને અમીરગઢ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે હીરકીબેને અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રબારણ ગામના ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.