Western Times News

Gujarati News

82 ટકાથી વધુ ગામડાના યુવકો ઈન્ટરનેટ વાપરે છેઃ ર૭ ટકા ઓનલાઈન બેકીંગ કરે છે

(એજન્સી) નવીદિલ્હી, દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં ૧પથીરપ વર્ષની વયનાં ૮ર ટકાથી વધુ યુવાનો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જયારે શહેરી વિસ્તારોમાં આ આંકડો ૯ર ટકા છે. આંકડા અને કાર્યકય્રમ અમલીકરણ મંત્રાલયયે સર્વેની માહિતી આપી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ૧પ-ર૪ વર્ષની વયના ૯પ.૭ ટકાના યયુવાનો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.

જયારે શહેરી વિસ્તારોમાં આ આંકડો ૯૭ ટકા છે. મંત્રાલયે જુલાઈ ર૦રર થી જુન ર૦ર૩ દરમ્યાન હાથ ધરાયેલાં વ્યાપક વાર્ષિક મોડયુલર સર્વેના મુખ્ય તારણો બહાર પાડયાં હતાં. સર્વે દર્શાવે છે કે ૭૮.૪ ટકા યુવાનો મેસેજ ની સાથે ફાઈલો મોકલી શકે છે. જયારે ૭૧.ર ટકા યુવાનો કોપી અને પેસ્ટ ટુલ્સનો ઉપયોગ કરી શકે છે
ર૭ ટકા યુવાનો ઓનલાઈન બેકીગ કરી શકે

આ સિવાય દેશનાં ર૬.૮ ટકા યુવાનો જ ઈમેલ મોકલવા ઓઅનલાઈન બેકીગ કરવા અને માહિતી શોધવા જેવા કાર્યો કરવા માટે સક્ષમ છે. ઘરમાં કમ્પ્યુટર ધરાવતાં પરીવારોની ટકાવારી ૯.૯ ટકા જ છે. ૯૭ ટકા યુવાનો વાંચી લખી શકે છે.

સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ૧પ-ર૪ વર્ષની વયનાં ૯૬.૯ ટકા યુવાનો સરળ વિધાનોની સમજ સાથે વાંચી અને લખી શકે છે. તેમાં ગણીતનાં સરળ પ્રશ્નો પણ સામેલ છે. સમાન વય જુથમાં પુરુષુ માટટે આ આંકડો લગભગ ૯૭.૮ ટકા છે. અને સ્ત્રીઓ માટે ૯પ.૯ ટકા છે. ૧પ વર્ષ અને તેથી વધુ વયનાં યુવાનો માટે શિક્ષણમાં શાળાકીય શિક્ષણના સરેરાશ વર્ષેો ૮.૪ છે. જયારે રપ વર્ષ અને તેથી વધુ વયનાં વ્યકિતઓ માટે સમાન સરેરાશ વર્ષ ૭.પ છે.

હોસ્પિટલનો ખર્ચઃ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંં છેલ્લા ૩૬પ દિવસ દરમ્યાન હોસ્પિટલોમાં દાખલ થવા પર પરીવાર દીઠ સરેરાશ તબીબી ખર્ચ અનુક્રમે રૂ.૪૧ર૯ અને રૂ.પર૯૦ છે. ગ્રામીણ અને હોસ્પીટલમાં દાખલ થવા માટે પરીવાર દીઠ સરેરાશ તબીબી ખર્ચ અનુક્રમે પ૩૯ અને રૂ.૬૦૬ છે. ૯૪.૬ ટકા પુુખ્ત વયનાં લોકો પાસે મોબાઈલ મની સેવામાં એકાઉન્ટ છે.

આ સુવિધાઓમાં વધારો ઃ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છેકે, ૯પ.૭ ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી છે. જયારે શૌચાલયની સુવિધા ધરાવતા પરીવારો ૯૭.૮ ટકા હતાં. જયારે રસોઈ માટે સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરતાં પરીવારો ૬૩..૪ ટકા હતાં. વધુમાં પ વર્ષથી ઓછી ઉંમરના ૯૦.૬ ટકા લોકોએઅ જન્મ પ્રમાણપત્ર માટે નાગરીક સત્તાધિકારી પાસેનોધણી કરાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.