Western Times News

Gujarati News

કામ કરતા સંતાનોના પથારીવશ માવતર માટે આશીર્વાદ સમાન બની રહેશે ડો. કે. આર .શ્રોફ સેવા સદન

સદવિચાર પરીવારમાં વડીલોના પુનર્વસન માટે ડો. કે. આર .શ્રોફ સેવા સદનનું દશેરાએ લોકાર્પણ-સેવા સદનમાં ૪૬ પથારીવશ વડીલોની નજીવા ખર્ચે સારવાર કરાશે

વર્તમાન સમયમાં ઘણા એવા પરીવાર છે કે, જેમાં પતી-પત્ની બંને કામ કરતા હોય ત્યારે તેમના બીમાર માવતરની કાળજી લેવા માટે કોઈએ રજા લેવી પડે છે. કે નોકરી છોડવી પડતી હોય છે.

(એજન્સી)અમદાવાદ, માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજયમાં સેવાકીય પ્રવૃત્તિથી સેવાની સુવાસ ફેલાવતા સદવિચાર પરીવાર દ્વારા પથારીવશ વડીલોના પુનવર્સન માટે ખાસ ડો.કે. આર શ્રોફ સેવાસદન તૈયાર કરવામાં આવ્યું છે. ૪૬ બેડનું સેવા સદન દશેરાના દિવસે વડીલો માટે ખુલ્લું મુકવામાં આવશે.

જેમાં એવા વડીલો કે તેમના સંતાનો વિદેશ છે. અથવા તો પતી-પત્ની બંને કામ કરતા હોય તેમના માવતરને સદનમાં નજીવા દરે રાખવામાં આવશે.

સદવિચાર પરીવારના સ્થાપક હરીભાઈ પંચાલ દ્વારા ૧૯૬પથી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. વર્તમાન ટીમ દ્વારા આ પ્રવૃત્તિને ધમધમતી રાખવામાં આવી છે. સદવિચાર પરીવારના પ્રમુખ ડો.પંકજ શાહ, મેનેજીગ ટ્રસ્ટી પી.કે. લહેરી તથા શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ઘણા એવા પરીવાર છે કે, જેમાં પતી-પત્ની બંને કામ કરતા હોય ત્યારે તેમના બીમાર માવતરની કાળજી લેવા માટે કોઈએ રજા લેવી પડે છે. કે નોકરી છોડવી પડતી હોય છે.

ત્યારે આવી પરીસ્થિતીમાં આવા માવતરની કાળજી લઈ શકાય તેના માટે આ સદન તૈયાર કરવામાં આવ્યું છે. સેટેલાઈટ સ્થિત સદવિચાર પરીવાર પરીસરમાં જ ડો.કે.આર.શ્રોફ સેવા સદન તૈયાર કરવામાં આવ્યું છે. જયાં આવા માવતરને લાવીને તેમનુંપુનવર્સન કરવામાં આવશે. ઘણા કિસ્સામાં વડીલ માવતરના સંતાનો વિદેશ રહેતા હોય ત્યાં પતી કે પત્નીના મૃતક બાદ એકલવાયું જીવન વીતાવતા વડીલોની આરોગ્યલક્ષી કાળજી લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વડીલોની તકેદારી માટે ૪૬ બેડનુંં સેવાસદન તૈયાર કરાયું છે. જેમાં વડીલોને સેવા ઉપરાંત આંખ, દાંત સહીતની મલ્ટી સ્પેશીયાલીસ્ટલ કિલનીકની સુવિધાઓ પ્રાપ્ત રહેશે. નજીવા દરેક આ સેવા સદનમાં વડીલોને રાખીને તેમની સારવાર ઉપરાંત તકેદારી રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.