Western Times News

Gujarati News

રૂ. ૧.૩૯ કરોડનું ૪૫.૫ ટનનું શંકાસ્પદ ઘી મહેસાણા અને પાટણ ખાતેથી પકડાયું

Ø  આગામી તહેવારોને ધ્યાને રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા: રૂ. ૪.૫ કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો

Ø  ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન ૫૬ લાખથી વધુ નાગરિકો માટે ૬૪૦થી વધુ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ એ જણાવ્યું છે કેરાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધસલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીના  તહેવારોમાં જાહેર જનતા ને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારી ના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે રાજ્યવ્યાપી દરોડા: રૂ. ૪.૫ કરોડ થી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકોરીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી  ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયારે ૨૪૨૩ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા છે.

આ ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન અલગ-અલગ જગ્યાઓ પર ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન ૫૬ લાખ થી નાગરિકો માટે  ૬૪૦ થી વધુ જાગૃતિ માટે ના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા.

તેમણે ઉમેર્યું કેમહેસાણા અને પાટણ ખાતે થી રૂ. ૧.૩૯ કરોડ નું ૪૫.૫ ટન શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ ખાનગી બાતમી ના આધારે મે. હરિઓમ પ્રોડક્ટ્સ૨૮૨૯૩૦રાજરત્ન એસ્ટેટમુ.પો. બુડાસણતા. કડીજી. મહેસાણા ખાતેથી શંકાસ્પદ રીતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.મે. જય અંબે સ્પાઇસીસ પેઢી પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા.

સ્થળ ઉપર તપાસ દરમ્યાન તંત્ર ની ટીમ ને ફોરેન ફેટપામોલીન તેલ અને ઘી પણ મળી આવેલ જેનાથી પ્રાથમિક દ્રષ્ટી એ ઘી માં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું,આથી સ્થળ પરથી હાજર જવાબદાર વ્યક્તિ રામુ ડાકુરામ ડાંગી ની હાજરી માં કૂલ ૬ નમુના લેવામાં આવ્યા હતા,જયારે બાકીનો કૂલ રૂ. ૧.૨૫ કરોડનો ૪૩,૧૦૦ કિગ્રા નો જથ્થો કે જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પાટણ સિટીમાં ત્રણ દરવાજા પાસે આવેલ નીતીનકુમાર ભાઈલાલ ઘીવાલાની પેઢીમાંથી શંકાસ્પદ ઘી ની ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરતા લેબલ વગરનો ઘી નો જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે સ્થળ પરથી માલિકની હાજરી માં કૂલ ૧૧ શંકાસ્પદ ઘી ના નમુના લેવામાં આવ્યા છે જયારે અંદાજીત કિંમત આશરે રૂ. ૧૪.૩૦ લાખનો બાકીનો ૨૪૦૦ કિગ્રા થી વધુ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રવૃત્તિઓથી રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓ માં ફફડાટ વ્યાપ્યો છે. ચાલો આપને સૌ સાથે મળી ફૂડ સેફટી પખવાડિયા ને ઉજવીએ અને “સલામત ખોરાકસ્વસ્થ ગુજરાત” હેઠળ ગુજરાત ને ખોરાક ની ગુણવત્તા ની બાબત માં દેશમાં મોખરાનું રાજ્ય બનાવીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.