Western Times News

Gujarati News

સાઉથ કોરિયાને કિમ જોન્ગ ઉનની બહેનની ખુલ્લી ધમકી

યુદ્ધના ભણકારા ?

જો દક્ષિણ કોરિયાના ડ્રાન ઉત્તર કોરિયાની ઉપરથી ઉડતા જોવા મળશે તો તેના પરિણામો ભયાનક હશે: કિમ યો જોંગ

સાઉથ કોરિયા, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે શનિવારે દક્ષિણ કોરિયાને મોટી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો દક્ષિણ કોરિયાના ડ્રાન ઉત્તર કોરિયાની ઉપરથી ઉડતા જોવા મળશે તો તેના પરિણામો ભયાનક હશે. ઉત્તર કોરિયાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે દક્ષિણ કોરિયાના ડ્રાન રાજધાની પ્યોંગયાંગના આકાશમાં જોવા મળ્યા હતાં.કિમ જોંગ-ઉનની બહેન કિમ યો જોંગે રાજ્ય મીડિયા દ્ભઝ્રદ્ગછ દ્વારા કહ્યું કે તાજેતરની ડ્રાન ઘૂસણખોરી એક ગંભીર ઘટના છે.

કિમે દક્ષિણ કોરિયાની સૈન્યની ટીકા કરતા કહ્યું કે તેઓ ડ્રાન ઘૂસણખોરીને ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે. આ માટે દુશ્મન દેશની સેના જવાબદાર છે. તેમણે એમ પણ કહ્યું કે ઉત્તર કોરિયા વિરોધી પત્રિકાઓ (જે ડ્રાન દ્વારા મોકલવામાં આવી હતી) ઘટનાની ગંભીરતા દર્શાવે છે.દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે ઉત્તર કોરિયાના આરોપો પર તરત જ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તેઓ આ આરોપોની પુષ્ટિ કરી શક્યા નથી. જો કે આ સમગ્ર મામલે ઉત્તર કોરિયાએ કહ્યું કે દક્ષિણ કોરિયાથી ડ્રાન અને બલૂન મોકલવામાં આવ્યા છે, જેમાં કિમ જોંગ-ઉનની ટીકા કરતી પત્રિકાઓ અને સહાય સામગ્રી મોકલવામાં આવી રહી છે.

ઉત્તર કોરિયા આવી ગતિવિધિઓને પોતાની સરકાર વિરુદ્ધ માને છે અને તેનો જવાબ ગુબ્બારા દ્વારા કચરો મોકલીને આપી રહ્યું છે, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે તાજેતરના સમયમાં વધી રહેલા તણાવને કારણે બંને દેશો વચ્ચે સુરક્ષા અને રાજકીય સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે.કિમ યો-જોંગ કિમ જોંગ-ઉનની એકમાત્ર બહેન છે. જોંગ-ઉનનો જન્મ વર્ષ ૧૯૮૭માં થયો હતો. તે કિમ કરતાં માત્ર ૪ વર્ષ નાની છે. તેણે તેના ભાઈ સાથે સ્વિટ્‌ઝર્લેન્ડના બર્નમાં અભ્યાસ કર્યાે. જો કે, વર્ષ ૨૦૧૮ માં કિમ યો-જોંગ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે દક્ષિણ કોરિયાની મુલાકાત લેનારી કિમ રાજવંશની પ્રથમ સભ્ય બની. તે સમયે તે પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે વિન્ટર ઓલિમ્પિકમાં ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.