છત્તીસગઢમાં ભુખમરી અને ઠંડીના કારણે ગૌશાળામાં ૮૦ ગાયોના મોત
રાયપુર, છત્તીસગઢના કોરબા જીલ્લાની ગોશાળામાં ૮૦ ગાયોના મોત બાદ નાસભાગ મચી ગઇ છે આરોપ છે કે ઠંડી અને ભુખમરાના કારણે ગાયોના મોત નિપજયા હતાં અધિકારીઓએ સાત ગાયોના મોતની પુષ્ટી કરી છે છે ગાયોના મોતનું યોગ્ય કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ગ્રામીણોની ફરિયાદ બાદ પ્રશાસને મામલાની તપાસના આદેશ આપ્યા છે.
ગ્રામીણોનો આરોપ છે કે ગોશાળામાં ગાયોની દેખભાળ કરનાર કોઇ નથી આ સાથે જ આરોપ લગાવ્યો હતો કે અહીં ક્ષમતા કરતા વધુ ગાયોને રાખવામાં આવી છે જયારે અધિકારીઓ ગોશાળા પહોંચ્યા તો તેમણે જાયુ કે અહીં ગાયો માટે ન તો ધાસચારો હતો અને ન તો પાણીની વ્યવસ્થા એટલું જ નહીં ઠંડી અને વરસાદથી બચવા માટે કોઇ વ્યવસ્થા ન હતી.
અધિકારીઓએ કહ્યું કે તેમને સાત ગાયોના શબ મળ્યા છે જયારે ગ્રામીણોનો દાવો છે કે તપાસ ટીમના પહોંચતા પહેલા જ ડઝનેક અન્ય શબોને બાળીને દફનાવી દેવામાં આવી હતી ગામના લોકોનો આરોપ છે કે ગત કેટલાક દિવસોથી સતત ગાયોના મોત થઇ રહ્યાં છે પરંતુ તેમના શબોને ખેતરો અને જંગલોમાં ફેંકવામાં આવી રહ્યાં છે જેથી લાગે કે આવારા પશુઓના પ્રાકૃતિક મોત થયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગામ લોકોનું કહેવુ છે કે ધાસની શોધમાં ખેતરો તરફ પહોંચનારી ગયાની સંખ્યા વધી રહી છે.