Western Times News

Gujarati News

ઈસરો અંતરિક્ષમાં બે અલગ-અલગ અવકાશયાનને જોડવાનો પ્રયાસ કરશે

File

(એજન્સી)નવી દિલ્હી, ઈસરો એક ખૂબ જ મોટા મિશનની તૈયારી કરી રહ્યું છે. આ મિશન દ્વારા ઈસરોઅંતરિક્ષમાં બે અલગ-અલગ અવકાશયાનને જોડવાનો પ્રયાસ કરશે. આ એક સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ્‌સ મિશન છે. આ પ્રક્રિયા ચંદ્રયાન ૪ માટે કરવામાં આવશે. ચંદ્રયાન માટે ડોકિંગ ખૂબ જ જરૂરી છે જેમાં બે અલગ-અલગ ભાગોને જોડવામાં આવે છે.

હાલમાં સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ્‌સમાં સેટેલાઇટનું ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ પૂરા થયા બાદ તેનો પરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ તેમાં સફળતા મળી તો તેને અવકાશમાં મોકલવામાં આવશે. આ પ્રક્રિયા ૧૫ ડિસેમ્બર આસપાસ કરવામાં આવી શકે છે.

સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ્‌સ મિશનનું મુખ્ય કાર્ય બે અલગ-અલગ વસ્તુઓને જોડવાનું છે. સેટેલાઇટના બે ભાગોને જોડવાની તે પ્રક્રિયાને સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ્‌સ કહેવામાં આવે છે. ચંદ્રયાન ૪ માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી થશે. ચંદ્રયાન સાથે સતત સંપર્કમાં રહેવા અને તેના પર નજર રાખવા માટે વિવિધ સેટેલાઇટ અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવશે. આ સેટેલાઇટને એક જ રોકેટમાં કનેક્ટ કરીને મોકલવામાં આવશે અને અવકાશમાં તેને અલગ-અલગ મૂકવામાં આવશે.

અવકાશમાં અલગ-અલગ જગ્યાએ રાખ્યા બાદ તે ચંદ્રયાન પર નજર રાખશે. તેના પર નજર રાખ્યા બાદ તેને ફરી એક કરવાની જરૂર પડશે ત્યારે તે આપોઆપ એક જ ઓરબિટમાં આવશે. ત્યારબાદ એકમેકની નજીક આવ્યા પછી તેને જોડવામાં આવશે. આ મિશન પૂરું થયા બાદ ૈંજીઇર્ં ગગનયાનના બે મિશન કરશે. તેમાં પહેલું ટેસ્ટ Âવ્હકલ ડેમોન્સ્ટ્રેશન-૨ અને ત્યારબાદ બીજી ટેસ્ટ માનવરહિત મિશન ય્૧ કરવામાં આવશે.

ત્યાર બાદ ઇન્ટીગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ અને પેડ અબોર્ટ ટેસ્ટ પણ કરવામાં આવશે. જી૧ મિશનમાં હ્યુમનોઇડ વ્યોમમિત્ર મહિલા રોબોટ પણ જશે. તેના પર શું અસર પડે છે એની સ્ટડી કરવા માટે આ રોબોટને મોકલવામાં આવશે. જી૧માં એક સીટ પર વ્યોમમિત્ર અને બીજી સીટ પર એનવાયરમેન્ટ કંટ્રોલ એન્ડ લાઇફ સપોર્ટ સિસ્ટમ હશે.

આ બંનેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે. આ મિશન દ્વારા ખબર પડશે કે અવકાશમાં માનવ પર શું અસર પડી શકે છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સમાં હાર્ડવેર અને સોફ્ટવેર પર શું અસર પડે છે તે પણ જાણી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.