Western Times News

Gujarati News

AMC સ્વચ્છતા સર્વેક્ષણ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરશે

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્વચ્છ ભારત મિશન ૨.૦ માં સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૪ નું ભારતભરનાં શહેરોનું એસેસમેન્ટ કરવામાં આવશે અને તેમાં રેન્કીંગ આપશે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ અ.મ્યુ.કો.નાં જુદા જુદા વિભાગો દ્વારા કરવાની થતી કામગીરીઓના અમલ માટે મ્યુનિસિપલ કમિશનર ઘ્‌વારા આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે વિવિધ વિભગોના અધિકારીઓએ-કર્મચારીઓને અસરકારક સુપરવિઝન અને મોનેટરીંગ કરશે. જયારે શહેરમાં સર્વેક્ષણ પહેલા જરૂરી કામો માટે કન્સલ્ટન્ટ નિયુક્ત કરવામાં આવશે.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૪ નું ભારતભરનાં શહેરોનું એસેસમેન્ટ કરવામાં આવશે અને તેમાં રેન્કીંગ આપશે. અમદાવાદ શહેરનું આ એસેસમેન્ટ ટૂંક સમયમાં જ શરૂ થશે. જે દરમ્યાન ભારત સરકારની ટીમો શહેરમાં આવેલ સિટી પ્રોફાઈલ મુજબનાં એરીયાઓ

જેવા કે રેસીડેશીયલ, કોમર્શિયલ, શાળાઓ, બગીચાઓ.ૅઝ્ર મશીનો, જાહેર શૌચાલયો સહિતનાં ૧૬૦૦ થી વધારે લોકેશનોનું પેરામીટર્સ પ્રમાણે ફીલ્ડ ઓબ્ઝર્વેશન કરી પેકીંગ કરી માકર્સ આપશે જેના આધારે શહેરનું ઓવરઓલ રેન્કીંગ નક્કી થશે. સરકારની ટીમો દ્વારા સર્વેક્ષણનું ફીલ્ડ ઓબઝર્વેશન કરવામાં આવે તે પહેલાં તમામ સિટી પ્રોફાઇલ એરીયાઓમાં જરૂરી કામ કરવા માટે તાકીદે કાર્યવાહી હાથ ધરવા અને એસેસમેન્ટ સમયે પૂરા માર્ક્સ મળે

તે મુજબની કામગીરી અંગે એક્સપર્ટ એજન્સી મારફતે એસેસમેન્ટ અને એનાલીસીસ કરી ત્રૂટિઓનું નિરાકરણ મેળવવા કન્સલ્ટન્ટ ની નિમણૂક માટે સ્ટેન્ડિંગ કમિટી ઘ્‌વારા મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત કન્સલટન્ટ એજન્સીઅમદાવાદ શહેરનાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ નો એસેસમેન્ટની કામગીરી કરવા માટે નિમણૂક કરવામાં આવી છે. જેના પેટે કંપનીને ૦૩ માસની કામગીરી માટે રૂપીયા ૨૫,૮૦,૦૦૦/- (ય્જી્‌ સાથે) ચૂકવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.