Western Times News

Gujarati News

વસોમાં ચાર બાળાઓ સાથે દુષ્કર્મ કરનાર આધેડ ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લાના વસો પંથકમાં હાથના રૂંવાડા ઉંચા કરી દે તેવો બનાવ દુષ્કર્મનો સામે આવ્યો છે. આધેડે એકબાદ એક ૪ બાળકીઓને હવસનો શિકાર બનાવી હતી. જે બાદ સમગ્ર મામલો ઉજાગર થતા પોલીસે આજે ગુનો નોંધી નરાધમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વસો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ એક ગામમાં આધેડ વયના પુરુષે સગીર વયની ૪ બાળકીઓને પીંખી નાખી છે?. એક બાદ એક એમ ૮થી ૧૧ વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ચાર પૈકી ૩ પર દુષ્કર્મ તો અન્ય એક પર છેડતી કરી હોવાની માહિતી પોલીસે આપી છે. પોલીસે આ આરોપીનુ નામ ચંન્દ્રકાંત ડાહ્યાભાઈ પટેલ જણાવ્યું છે.

વધુમાં પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ ચંન્દ્રકાંત પોતે એકલવાયું જીવન ગાળતો હતો અને પોતે પેઈન્ટીગનુ કામ કરે છે ત્યારે પોલીસે આરોપીને ઝડપી તેની પાસેથી તેનો મોબાઈલ કબ્જે લીધો છે. જેમાં અશ્લીલ વિડિઓ પણ મળી આવ્યા છે. ખેડા જીલ્લા પોલીસ, ન્ઝ્રમ્, ડ્ઢઅજp સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આરોપી ચંન્દ્રકાંત ડાહ્યાભાઈ પટેલ ૫૪ વર્ષનો છે. તે માનસિક વિકૃતિ ધરાવતો છે. આ સમગ્ર બનાવ કઈ રીતે પ્રકાશમાં આવ્યો તે પુછતા તેમણે સમગ્ર હકીકત જણાવતાં કહ્યું કે, છેલ્લા એક વર્ષથી આ ચંન્દ્રકાંત પોતે ગામમાં પોતાના અડોશપડોશમાં રહેતી નાની કુમળી વયની દીકરીઓને ચોકલેટ, બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો એ બાદ દુષ્કર્મ આચરતો હતો.

તાજેતરમાં એક બાળકીના માતાને જાણ થતાં સમગ્ર મામલો ઉજાગર થયો હતો. જે બાદ તપાસ કરતા અન્ય ૩ જેટલી કુમળી બાળાઓ પર આ રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ બનાવમાં તમામ કડીઓ જોડી પુરાવા મેળવવામાં આવ્યા છે આને હ્લજીન્ની મદદ લેવામાં આવી છે. બીજી તરફ પીડીત બાળકીઓનુ મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. ૪ બાળકીઓ પૈકી એકની માતાને જાણ થતાં આ ચંન્દ્રકાંતનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે આરોપીનો જે મોબાઇલ કબ્જે કર્યો છે તેમા અશ્લિલ વીડિયો પણ મળી આવતા પોલીસે તે મોબાઈલને હ્લજીન્મા મોકલી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગામના આગેવાનોની પણ પુછપરછ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.