ફિલ્મોમાં સુંદરતાના માપદંડ સાવ પોકળઃ ભૂમિ પેડનેકર
મુંબઈ, એક્ટિંગ ઉપરાંત ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેનારી ભૂમિ પેડનેકરના ઓપિનિયન પણ ટ્રેન્ડથી અલગ રહેતા હોય છે. ભૂમિએ તાજેતરમાં એક ફેશન શો દરમિયાન જણાવ્યુ હતું કે, ફેશન અને બ્યુટી ઉપરાંત અનેક બાબતોમાં બેન્ચમાર્ક સેટ કરવામાં ફિલ્મો મહત્ત્વનો ભાગ ભજવે છે. સિનેમા સંખ્યાબંધ લોકોને પ્રભાવિત કરે છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ઘણાં સકારાત્મક પરિણામ મળી શકે છે.
જો કે વર્ષાેથી ફિલ્મોમાં સુંદરતાના સાવ પોકળ અને અવાસ્તવિક માપદંડ રખાયા હોવાનું મારું માનવું છે. ભૂમિએ ફેશનને સેલ્ફ એક્સપ્રેશનનું માધ્યમ ગણાવી હતી.
ફેશનના કારણે એમ્પાવરમેન્ટ થવું જોઈએ અને વ્યક્તિને મજા આવવી જોઈએ. ભૂમિ પેડનેકરે ૨૦૧૫ના વર્ષમાં ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષાેની આ સફરમાં ફેશન અને બ્યૂટી બાબતે પોતાનો ટેસ્ટ બદલાયો હોવાનું ભૂમિએ સ્વીકાર્યું હતું. ભૂમિએ કહ્યું હતું કે, સારો ટેસ્ટ ધરાવતા લોકોને મળવા માત્રથી પણ ઘણાં પરિવર્તન આવતાં હોય છે.
ફેશનને સ્વીકારવામાં ક્યારેક શરમ નડી જતી હોય છે, પરંતુ આવી શરમ છોડી ફેશનને એન્જોય કરવી જોઈએ. ભૂમિ પેડનેકર સસ્ટેનેબલ ફેશન ઉપરાંત પર્યાવરણપ્રેમને પ્રમોટ કરતી હોય છે.
ફેશન ઈન્ડસ્ટ્રીના કારણે સૌથી વધુ પ્રદૂષણ ફેલાતું હોવાથી આ ક્ષેત્રમાં સસ્ટેનેબલ ફેશનની જરૂર હોવાનું ભૂમિ માને છે. ભારતમાં સિલ્કથી માંડીને કોટન સુધી ઘણાં વિકલ્પ છે અને પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વગર આવા વિકલ્પની પસંદ થવી જોઈએ.SS1MS