આલિયાની ‘જિગરા’માં મારી ‘સાવી’ની નકલઃ દિવ્યા ખોસલા
મુંબઈ, કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી ‘જિગરા’ને બોક્સઓફિસ પર ઠંડો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને આલિયા-વેદાંગની એક્ટિંગના વખાણ થઈ રહ્યાં છે, પરંતુ જાણીતાં ફિલ્મ મેકર-એક્ટર દિવ્યા ખોસલાએ ‘જિગરા’ને પોતાની ફિલ્મની બેઠી ઊઠાંતરી ગણાવી છે.
ટી-સિરીઝનાં માલિક ભુષણ કુમારનાં પત્ની અને એક્ટર દિવ્યા ખોસલાના આક્ષેપો બાદ કરણ જોહરે કોઈ ખુલાસો કર્યાે નથી, પરંતુ મૂર્ખ લોકોની વાતોનો અસરકારક જવાબ મૌનમાં હોવાનું કહ્યું છે. દિવ્યા ખોસલાની ફિલ્મ ‘સાવી’ મે મહિનામાં રિલીઝ થઈ હતી, પણ ખાસ ચાલી ન હતી.
હર્ષવર્ધન રાણે અને અનિલ કપૂરનો લીડ રોલ ધરાવતી ‘સાવી’ને સત્યવાન-સાવિત્રીની કથાના આધારે બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ઈંગ્લેન્ડની હાઈ સિક્યુરિટી જેલમાં પૂરાયેલા પતિને મુક્ત કરાવવા પ્રયાસ કરતી મહિલાની સ્ટોરી છે. જ્યારે જિગરામાં આલિયાએ પોતાના ભાઈને બચાવવા જેલમાં ભાગવાનું નક્કી કરેલું છે.
‘જિગરા’ રિલીઝ થયા પછી આ બંને ફિલ્મો વચ્ચેની સમાનતા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. દિવ્યાએ સીધી રીતે ‘જિગરા’નો ઉલ્લેખ કર્યાે ન હતો, પરંતુ આ જોનરમાં ફિલ્મ બનાવવાની પહેલ કરનાર વ્યક્તિ તરીકે પોતાને ઓળખાવવા બદલ લોકોનો આભાર માન્યો હતો.
દિવ્યા ખોસલાના આરોપો સીધા ‘જિગરા’ અને કરણ જોહર પર હોવાનું દરેકને લાગ્યું હતું. આ વિવાદને હવા આપવાનું કામ કરણ જોહરની એક સાંકેતિક પોસ્ટમાં થયું છે. જેમાં કરણ જોહરે જણાવ્યુ હતું કે, મૂર્ખ લોકોને સૌથી સારો જવાબ મૂક રહીને આપી શકાય છે.
કરણ જોહરે પોતાની પોસ્ટમાં દિવ્યા ખોસલાનું નામ લીધું ન હતું, પરંતુ કરણની પોસ્ટનો ટાઈમિંગનો સીધો સંકેત ‘જિગરા’ તરફ હોવાનું સ્પષ્ટ હતું. કરણના આ ખુલાસા બાદ દિવ્યા ખોસલાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખુલીને સણસણતો જવાબ આપ્યો છે.
દિવ્યાએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ નફ્ફટ બની અન્ય લોકોની વસ્તુઓ ચોરી જતી હોય તો તેણે હંમેશા ચૂપ જ રહેવું પડે છે. જે વ્યક્તિમાં નૈતિકતા ન હોય, તેનો કોઈ અવાજ પણ ન હોય. આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાનો લીડ રોલ ધરાવતી ‘જિગરા’ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.
ફિલ્મના બોક્સઓફિસ આંકડા પણ ઉપજાવી કાઢેલા હોવાનું દિવ્યા ખોસલાને લાગે છે. તેમણે કહ્યું હતું કે, જિગરાના શો માટે પીવીઆર થીયેટરમાં ગઈ હતી. દરેક થીયેટરમાં તેના શો ખાલી જાય છે. આલિયા ભટ્ટ કે પાસ સચ મેં બહોત બડા જિગરા હૈ. પોતે જ ટિકિટ્સ ખરીદી અને કલેક્શનના ખોટા આંકડા જાહેર કર્યાં.SS1MS