Western Times News

Gujarati News

ચીનની આડોડાઈ? વાસ્તવીક અંકુશ રેખા પર 100થી વધુ મકાનો બાંધી દીધા

પેંગોગ લેક પાસે પડોશી દેશની ખતરનાક યોજનાનો ફરી પર્દાફાશ

(એજન્સી)નવીદિલ્હી, અંકુશ રેખા એલએસી પાસે ચીનના વધુ એક ષડયંત્રનો ખુલાસો થયો છે. ચીનની સેનાએ એલએસી પર તૈયારી વધારી દીધી છે. તાજેતરની સેટેલાઈટ ઈમેજીગસ પેગોગ ત્યો લેકના ઉતરી કાંઠે એક વિશાળ ચાઈનીઝ વસાહતનું ચાલુ બાંધકામ દર્શાવે છે.

China had built a 100-home civilian village “inside disputed territory between the PRC’s Tibet Autonomous Region and India’s Arunachal Pradesh state in the eastern sector of the LAC

વર્ષે ર૦ર૦માં ભારતીય અને ચીનની સૈનિકો વચ્ચે થયયેલી અથડામણના સ્થળથી ૩૮ કિલોમીટરના અંતરે ચીન દ્વારા આ નિર્માણકાર્યનો ખુલાસો થયો છે. યુએસ સ્થિત મેકસર ટેકનોલોજીસ દ્વારા ૯ ઓકટોબરના રોજ લેવામાં આવેલી સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે. કે લગભગ ૧૭ હેકટર વિસ્તારમાં બાંધકામનું કાર્ય તીવ્ર ગતીએઅ ચાલી રહયું છે.

૪,૩૪૭ મીટરની ઉંચાઈ પર યેમાગો રોડ નજીક સ્થિત, આ સ્થળ બાંધકામ અને અર્થ મુવીગ મશીનરીથી ભરેલું છે. તક્ષશીલા ઈન્સ્ટીટયુટના જીયોસ્પોશિયલ રીસર્ચ પ્રોગ્રામના પ્રોફેસર અઅને વડા વાય નિત્યનાનંદના જણાવ્યા અનુસાર રહેણાંક માળખાં અને મોટી વહીવટી ઈમારતો સહીત ૧૦૦થી વધુ ઈમારતો બનાવવામાં આવી રહી છે.

ઓપન સોર્સ સેટેલાઈટ ઈમેજરીનું વિશ્લેષણ દર્શાવે છે. કે લેક તરફ ઢાળવાળી નદીના પટ પર એપ્રીલ ર૦ર૪ની શરૂઆતમાં બાંધકામ શરૂ થયું હતું. સરપંચનામાઓનું શેડો એનાલીસીસ નાના ઝૂપડાઓથી ઘેરાયેલા એક અને બે માળની ઈમારરતોનું મિશ્રણ દર્શાવે છે જેમાં દરેકમાં છથી આઠ લોકો રહેતા હોય તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છેકે બરાબર બે વર્ષ પહેલાં ભારતીય સશસ્ત્ર દળોએ ચીનની ધીમી પ્રતિક્રિયાનો લાભ લીધો હતો. અને આશ્ચર્યજનક ઓપરેશન હાથ ધર્યું. જેના પરીણામે કૈલાશની ટોચની પોસ્ટ પર નિયંત્રણ મેળવ્યું હતું. કેટલાક સ્ટેન્ડઓફ પોઈન્ટસમાંથી આંશીક છુટકારો થયા પછી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પીએલએ એ ઈન્ફ્રાસ્ટ્રકચરની મરામત કરીને તે ખામીઓ પર ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.