રીક્ષા ચોરીના આઠ ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદ, શહેરભરમાં વાહન ચોરીના બનાવો ખૂબ જ વધી ગયા છે. જેના પગલે પ્રજા પરેશાન થઈ ગઈ છે. બીજી તરફ શહેર પોલીસ દ્વારા પણ સીસીટીવી ફૂટેજ તથા બાતમીદારોને સક્રિય કરીને આવા ગુનેગારોની ભાળ મેળવવા માટે ની કાર્યવાહી સતત ચાલુ છે. આવી જ કાર્યવાહી કરતા ગઇકાલે ડીસીપી ઝોન સાત ની ટીમના પી એસ આઇ જાડેજા તથા તેમની ટીમ એ વે ઇસમોને ઝડપી ને રીક્ષા ચોરીના આઠ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
આરોપી:
(૧) તસ્કીલ ઉર્ફે મોન્ટુ સ/ઓ સકીલુદ્દીન કુરેશી ઉં.વ.-૨૫ રહે.- ૧૭, બેલદારવાડ શાહપુર અમદાવાદ હાલ રહે.- ૩૦૩, ખ્વાજા ફ્લેટ લોખંડવાલા પાર્ટીપ્લોટ સામે ફતેવાડી અમદાવાદ તથા મકાન નં.-૦૯, ફાતેમા ડુપ્લેક્ષ ઓરેન્જ પાર્ક બીસ્મીલા બેકરી સામે ફતેવાડી અમદાવાદ.
(૨) સીકંદર ઉર્ફે કાળીયો સ/ઓ સુલતાનભાઇ પેરૂભાઇ કુરેશી ઉં.વ.-૨૬ રહે.- ૩૦૩, ખ્વાજા ફ્લેટ લોખંડવાલા પાર્ટીપ્લોટ સામે ફતેવાડી અમદાવાદ એ પાલડી વાસણા માધવપુરા અને કાગડાપીઠ જેવાં જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરી હતી.
ઝોન સાત ની ટીમે બાતમીને આધારે બંનેને ઝડપીને અગિયાર રીક્ષા , ઍક્સેસ , મોબાઈલ ફોન સહિત આશરે દસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.