એક્ઝિટ પોલ્સ અંગે ન્યૂઝ ચેનલોએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર
નવી દિલ્હી, ચૂંટણીના એક્ઝિટ પોલ્સ અને મતગણતરીને દિવસે પ્રારંભિક ટ્રેન્ડ દર્શાવવાની મીડિયાની રીતસમોની આકરી ટીકા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ અપેક્ષાઓ વધારીને મોટો ભ્રમ ઊભો કરે છે અને આ મુદ્દે મીડિયા અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેર કરવાની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે અમે એક્ઝિટ પોલ્સનું નિયમન કરતાં નથી, પરંતુ આત્મિનિરીક્ષણ કરવાની જરૂરિયાત છે.
એક્ઝિટ પોલ્સ માટેની સેમ્પલ સાઇઝ કઈ છે, સરવે કયા કરવામાં આવ્યો છે, તારણો કેવી રીતે કાઢવામાં આવ્યા છે, મારી જવાબદારી શું છે, જો વાસ્તવિક રિઝલ્ટ મુજબ તારણ ન આવે તો ડિસ્ક્લોઝર આ તમામ બાબતો અંગે વિચારણા કરવાની જરૂરી છે.
ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી જેવા એસોસિયેશનોએ થોડું આત્મનિરીક્ષણ કરવું જોઇએ. એક્ઝિટ પોલ્સનું સંચાલન કરતી સંસ્થાઓ છે, મને ખાતરી છે કે એક્ઝિટ પોલ્સનું નિયમન કરતા એસોસિયેશનનો કે સંસ્થાઓએ આત્મનિરીક્ષણ કરવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે મતદાન પૂરું થાય તેના ત્રીજા દિવસે મત ગણતરી થાય છે.SS1MS