Western Times News

Gujarati News

GCCIએ રાજ્યની નવી ટેક્સટાઇલ નીતિ માટે સરકારની પ્રશંસા કરી

Ahmedabad ,ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ગુજરાત સરકારશ્રી દ્વારા તારીખ 7મી ઓક્ટોબરથી 15મી ઓક્ટોબર, 2024 સુધી આયોજિત થયેલ “વિકાસ સપ્તાહ” ની ખુબ ખુબ પ્રશંસા કરે છે. સરકારશ્રી દ્વારા આયોજિત આ વાર્ષિક કાર્યક્રમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તેઓના ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના વિકાસમાં તેઓશ્રીના નોંધપાત્ર યોગદાનને સન્માનિત કરે છે.

GCCI Commends Gujarat Government on Development Week and New Textile Policy

આ ઉજવણીની સાથે સાથે, સરકારશ્રીએ રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રને પુનઃવેગ આપવાના હેતુથી એક વિસ્તૃત ટેક્સટાઇલ નીતિ પ્રસ્તુત કરી છે, જે અન્વયે વિવિધ જોગવાઈઓ ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા, અનેકવિધ રોજગારીની તકોનું નિર્માણ કરવા અને આ મહત્વપૂર્ણ ઉદ્યોગમાં વિવિધ સસ્ટેનેબલ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીની દ્રઢ પ્રતિબદ્ધતા  પ્રતિબિંબિત કરે છે.

ટેક્સટાઇલ પોલિસીના અનાવરણ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ તેમજ સભ્યશ્રીઓને આમંત્રણ આપવા માટે અમે વિવિધ મહાનુભાવોના ખુબ ખુબ ઋણી છીએ. અમે નિમ્નલિખિત મહાનુભાવો પ્રતિ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ:

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રીશ્રી, શ્રી બળવંતસિંહજી રાજપૂત, માનનીય ઉદ્યોગ મંત્રીશ્રી, શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય રાજ્ય મંત્રીશ્રી, સુશ્રી મમતા વર્મા (IAS), ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ; શ્રી સંદીપ સાગલે (IAS), ઇન્ડસ્ટ્રીઝ કમિશનર; અને ડો. રાહુલ ગુપ્તા (IAS), માનનીય વાઇસ ચેરમેન અને GIDC ના મેનેજિંગ ડિરેક્ટર.

આ કાર્યક્રમમાં GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર અને માનદ સચિવ શ્રી ગૌરાંગ ભગત તેમજ GCCI ના વિવિધ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નવી નીતિ વસ્ત્રો, ટેક્નિકલ ટેક્સટાઇલ, અને પ્રોસેસિંગ પ્રવૃત્તિઓ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ વિભાગોનો વિકાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલ અનેકવિધ નાણાકીય પ્રોત્સાહનો પ્રસ્તુત કરે છે. ટેક્સટાઇલ પોલીસીની મુખ્ય જોગવાઇઓમાં નિમ્નલિખિત બાબતોનો સમાવેશ થયેલ છે જે ખુબ જ પ્રશંસાપાત્ર છે.

  • કેપિટલ રોકાણ પરત્વે સબસીડી:₹100 કરોડની મર્યાદામાં આ યોજનાને પાત્ર વિવિધ કેપિટલ રોકાણો પર 10% થી 35% સુધીની સબસિડી.
  • ક્રેડિટ-લિંક્ડ વ્યાજ સબસિડી: 5 થી 8 વર્ષના સમયગાળા માટે 5% થી 7% વ્યાજ સબસિડી.
  • પાવર ટેરિફ સબસિડી: રિન્યુએબલ એનર્જી વપરાશને પ્રોત્સાહન આપવા માટે પાંચ વર્ષ માટે યુનિટ દીઠ ₹1 (kWh) નો ઘટાડો.
  • કામદારનાપગાર બાબતે સહાય: 5 વર્ષના સમયગાળા માટે ₹2,000 થી ₹5,000 પ્રતિ કામદારના પગાર માટે માસિક સહાય, સ્વ-સહાય જૂથો (SHGs)  ને પ્રોત્સાહિત કરવા વિવિધ જોગવાઈઓઅને ગુણવત્તા પ્રમાણપત્ર અને વિવિધ ટેક્નોલોજી પ્રાપ્ત કરવા માટે લેવામાં આવેલ અનેકવિધ પગલાં.

આ પ્રોત્સાહનો ટેક્સટાઇલ સેક્ટરની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો કરશે, નવીનતા અને ઓપરેશનલ કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે તેવો અમને વિશ્વાસ છે.

GCCI, પ્રસ્તુત ટેક્સટાઈલ પોલિસી દ્વારા EPF યોજના હેઠળ નોંધાયેલ “નવા ઔદ્યોગિક એકમો” પર ખાસ આપવામાં આવેલ પ્રાધાન્યતા ને આવકારે છે, જે નોંધપાત્ર રોજગારીની તકો ઊભી કરવા માટે એક સુંદર અભિગમ છે. ઓછામાં ઓછા 1,000 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 4,000 કામદારોને રોજગારી આપતા એકમોને વિસ્તૃત “પે-રોલ” સપોર્ટ આપવામાં આવશે

તેમજ સાથે સાથે આવા એકમોને મૂડીરોકાણ માટે તેમજ વ્યાજ સબસિડી દ્વારા સહાય પુરી પાડવામાં આવશે જે ખુબ જ આવકાર્ય બાબત છે. સરકારશ્રીના આ વ્યૂહાત્મક અભિગમથી ટેક્સટાઇલ ઉદ્યોગ ખાતે શ્રમ-સઘન કામગીરી થકી જરૂરી સ્થિરતા પ્રાપ્ત થશે તે બાબત નિર્વિવાદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.