૬૦૦ કરોડ કમાનારી ‘સ્ત્રી ૨’ના ‘વિકી’ પાસે એકાઉન્ટમાં ૬ કરોડ પણ નથી
મુંબઈ, ૬૦૦ કરોડ કમાનારી ‘સ્ત્રી ૨’ના ‘વિકી’ પાસે એકાઉન્ટમાં ૬ કરોડ પણ નથી, બેંક બેલેન્સને લઈને કર્યાે ચોકાવનારો ખુલાસો રાજકુમાર રાવ અત્યારે ચારેય તરફ છવાયેલો છે.
પહેલા ‘સ્ત્રી ૨’એ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને હવે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટ સ્ટારર ‘જિગરા’ પર ભારે પડતી જોવા મળી રહી છે.
આ ફિલ્મમાં રાજકુમાર રાવની એક્ટિંગની સાથે ગીતોમાં તેની ડાન્સિંગ સ્કિલની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રાજકુમાર રાવે એક એવો ખુલાસો કર્યાે છે જે કોઈને પણ ચોંકાવી શકે છે. અભિનેતાએ કહ્યું કે, તેની પાસે લક્ઝરી કાર ખરીદવા માટે પૂરતા પૈસા નથી.
તેણે પોતાના બેંક બેલેન્સ અંગે પણ ચોંકાવનારો ખુલાસો કર્યાે છે.યુટ્યુબ ચેનલ અનફિલ્ટર્ડ વિથ સમદીશ પર વાત કરતી વખતે રાજકુમાર રાવે કહ્યું કે, તે એટલો અમીર નથી જેટલો લોકો વિચારે છે. તેણે કહ્યું- ‘સાચું કહું તો મારી પાસે એટલા પૈસા નથી જેટલા લોકો વિચારે છે.
લોકો ૧૦૦ કરોડ માને છે, આટલું પણ નથી ભાઈ. ઈએમઆઈ ચાલુ છે ભાઈ. મેં એક ઘર લીધું છે, તેની ઈએમઆઈ ચાલે છે અને તે પણ ખૂબ સારી એવી. તો એવું નથી કે જરાય નથી પણ એટલા પણ નથી કે આજે મને શોરૂમમાં જઈને કાર લેવાનું મન થયું અને પૂછ્યું કે, તેની કિંમત કેટલી છે, તો તેણે કહ્યું, સાહેબ, તેની કિંમત ૬ કરોડ છે અને મેં તેને કહ્યું હોય કે આપી દે.’
જ્યારે રાજકુમાર રાવને પૂછવામાં આવ્યું કે, જો તેની પાસે ૬ કરોડ રૂપિયા ન હોય તો શું તે ૫૦ લાખ રૂપિયાની કાર ખરીદી શકે છે, તો અભિનેતાએ જવાબ આપ્યો – ’૫૦ લાખ રૂપિયાની કાર ખરીદી શકું છું, પરંતુ તેના પર ઘરમાં ચર્ચા થશે.
એક સેકન્ડ, લઈ તો શકું છું, લઈ લઉં શું? એવું છે.’ રાજકુમાર રાવના કહેવા પ્રમાણે, તે ૫૦ લાખ રૂપિયાની કાર ખરીદી શકે છે, પરંતુ તે પહેલા વિચારશે. પરંતુ, જો રૂ. ૨૦ લાખની કાર ખરીદવાની વાત આવે તો તે વિચાર્યા વગર જ ખરીદી લેશે. અભિનેતાએ એમ પણ કહ્યું કે, જો તમને રાતોરાત વધુ પૈસા મળે છે તો તે પણ યોગ્ય નથી, કારણ કે તે માનસિકતા બગાડી શકે છે.
વર્ક ળન્ટ વિશે વાત કરીએ તો, ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ ૧૧ ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટ-વેદાંગ રૈનાની ‘જિગરા’ સાથે ક્લેશ થઈ હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે તૃપ્તિ ડિમરી જોવા મળી હતી.
આ ફિલ્મ એક નવવિવાહિત કપલની છે, જેનો હનીમૂનનો વીડિયો ચોરાઈ ગયો છે. ફિલ્મમાં અર્ચના પુરણ સિંહ, ટીકુ તલસાનિયા, રાકેશ બેદીની સાથે રાજકુમાર રાવ, તૃપ્તિ ડિમરી જેવા સ્ટાર્સ મહત્ત્વની ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં મલ્લિકા શેરાવતનો પણ કેમિયો છે.SS1MS