હ્યુન્ડાઇ મોટરે અપર એન્ડ ઉપર 225 એન્કર ઇન્વેસ્ટર પાસેથી રૂ. 8,315.28 કરોડ એકત્ર કર્યાં
- હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (“કંપની”)ના પ્રતિશેર રૂ. 10ની મૂળ કિંમતના ઇક્વિટી શેર્સ (“ઇક્વિટી શેર્સ”)નો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 1,865થી રૂ. 1,960 નિર્ધારિત કરાયો
- બીડ/ઓફર ખૂલ્યા તારીખ – મંગળવાર, 15 ઓક્ટોબર, 2024 અને બીડ/ઓફર બંધ થવાની તારીખ – ગુરૂવાર, 17 ઓક્ટોબર, 2024
- લઘુત્તમ 7 ઇક્વિટી શેર્સ માટે અને ત્યારબાદ 7 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બીડ કરી શકાશે
- લિંકઃ https://www.bseindia.com/markets/MarketInfo/DownloadAttach.aspx?id=20241014-51&attachedId=b070f366-cd02-4e41-bb41-e8b58a3ee0ea
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે પ્રતિશેર રૂ. 1,960 (પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ) ઉપર 225 એન્કર ઇન્વેસ્ટર પાસેથી રૂ. 8,315.28 કરોડ ઊભાં કર્યાં છે, જેમાં કુલ 83 સ્કીમ (એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીમાં 34.42 ટકા) દ્વારા 21 ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સ સામેલ છે.
Hyundai Motor India Limited raises Rs. 8,315.28 crore from 225 anchor investor at Rs. 1,960 per share (the upper end of the Price Band).
એન્કર ઇન્વેસ્ટર્સને કુલ 42,424,890 ઇક્વિટી શેર્સની ફાળવણીમાંથી 14,600,732 ઇક્વિટી શેર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 34.42 ટકા) કુલ 83 સ્કીમ દ્વારા 21 ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવાયા હતાં. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યુરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) છે.