રામાયણ યાત્રા ટુર: દિલ્હીથી રામેશ્વરમ સુધીમાં 12 સ્થળોનો સમાવેશ
આ ટુર પેકેજમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બકસર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી અને રામેશ્વર દર્શન કરી શકશો.
IRCTCએ યાત્રિકો માટે રામાયણ યાત્રા ટુર પેકેજ લોન્ચ કર્યું
(એજન્સી)નવી દિલ્હી, IRCTCએ યાત્રિકો માટે શ્રી રામાયણ યાત્રા ટુર પેકેજ લોન્ચ કર્યું છે. આ ટુર પેકેજમાં યાત્રિકો ભારત ગૌરવ ડિલેક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં યાત્રા કરશે. આ ટુર પેકેજની શરુઆત ૯૬,૪૭૫ રુપિયાથી થાય છે. આઈઆરસીટીસીના આ ટુર પેકેજની શરુઆત દિલ્હીથી થશે.
જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છે. તેમજ તમારા પરિવારમાં માતા-પિતાને રામાયણ યાત્રાના ટુર પેકેજમાં મોકલવા માંગો છો. તો તમારે આ પેકેજ દિલ્હીથી બુક કરવાનું રહેશે. એટલે કે, આના માટે તમારે દિલ્હી તમારા ખર્ચે જવાનું રહેશે. દિલ્હીથી તમે આ ટુર પેકેજનો લાભ ઉઠાવી શકશો.
આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બકસર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી અને રામેશ્વર દર્શન કરી શકશો. આ ટુર પેકેજનું બુકિંગ તમે IRCTCની વેબસાઈટ પર જઈ કરી શકો છો. આ ટુર પેકેજની શરુઆત ૨૮ નવેમ્બરથી શરુ થશે. ટુર પેકેજમાં કુલ ૧૫૦ સીટ છે.
એસી ૧ કૂપમાં ૨૦ સીટ છે. એસી ૧ કેબિનમાં કુલ ૩૯ સીટ છે. એસી ૨માં કુલ ૩૬ સીટ છે અને એસી ૩માં કુલ ૫૬ સીટ છે. આ ટુર પેકેજનો લાભ લેવા માંગતા લોકોએ પ્રતિ વ્યક્તિએ એસી કેબિનમાં ૧૬૨૩૧૦ રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે.
જો તમે એસીમાં યાત્રા કરવા માંગો છો ૨ લોકો સાથે ટિકિટ બુક કરાવવા માંગો છો તો તમારે ૧૪૬૮૭૫ રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. તેમજ આ ટુર પેકેજમાં એસી, નોન એસીના અલગ અલગ ચાર્જ છે.આ યાત્રા દેશભરના અનેક રાજ્યોમાંથી પસાર થશે. IRCTCના આ ટુર પેકેજથી યાત્રિકો ભગવાન રામ અને સીતા માતા સાથે જોડાયેલા તમામ સ્થળોએ દર્શન કરી શકશે.