દિવાળીમાં સીલિંગ ફેનનાં પાંખિયા ચમકાવવાં આ કરો ઉપાય
ઘરના દરેક રૂમમાં સિલિંગ ફેન લગાવવામાં આવે છે અને દરેક સિઝનમાં તેનો ઉપયોગ થાય છે. ઉનાળામાં તે કૂલર અથવા એરકન્ડીશનરની હવાને સરકયુલેટ કરવામાં મદદ કરે છે તે વરસાદમાં ભેજથી રાહત મેળવવામાં અને શિયાળામાં મચ્છરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે.
વધુ પડતા ઉપયોગને કારણે પંખાના પાંખિયાપર ધૂળ જમા થવા લાગે છે. ધૂળના કારણે પંખો હવા પણ ઓછી ફેંકવા લાગે છે ત્યારે લોકો મિકેનિકને ફોન કરીને સીલિંગ ફેન રિપેર કરાવવા પૈસા ખર્ચે છે. આ માટે સરળ ટિપ્સ અપનાવીને તમે જો જાતે જ ક્લિન કરી શકો છો. સિલિંગ ફેનના પાંખિયા પર જમા થયેલી ગંદકીને સાફ કરવા માટે તમારે પહેલાં ધૂળ દૂર કરવી પડશે. આ માટે કોઈ કપડું અથવા તકીયાનું કવર લો.
પંખાની બ્લેડને આનાથી ઢાંકી દો અને પછી કવર પર થોડું દબાણ કરીને તેને નીચેની તરફ ખેંચો તેનાથી પંખા પર જામેલી ધૂળ આપોઆપ નીચે આવી જશે અને જમીન પર નહીં પડે. એક વાસણમાં પાણી લઈને નોર્મલ ડિટર્જન્ટ મિકસ કરો અને તેમાં કપડું ડૂબાડીને સાફ કરો. વધારે જોર ન લગાવો. હળવા હાથથી જ પંખો સાફ કરો. જો બ્લેડ વળી જાય તો પંખો બરાબર હવા ફેંકશે નહીં.
સીલિંગ ફેનના પાંખિયા ખૂબ જ ગંદા થઈ ગયા હોય તો પાણીમાં કોસ્ટિક સોડા નાંખીને ગરમ કરો. હવે આ લિક્વિ્ડમાં કપડું પલાળી દો અને પાંખિયાની બ્લેડ સંપૂર્ણપણે સાફ થઈ જશે અને તમારો પંખો ઝડપથી હવા ફેંકવા લાગશે પંખાના બ્લેડમાંથી ચીકાશ દૂર કરવા માટે બાઉલમાં લિÂક્વડ સોપ લો. હવે તેમાં લીંબુનો રસ અને બેકિંગ સોડા નાંખીને સોલ્યુશન બનાવો. આ સોલ્યુશનમાં સ્ક્રબરને પલાળો પાંખિયાને સાફ કરો. તેનાથી પંખા પરનું તેલ, ચીકાશ અને ગંદકી એકદમ ક્લિન થઈ જશે.