Western Times News

Gujarati News

ભારતઃ સૌથી વધુ ડાયાબિટીસનાં દર્દીઓ ધરાવતો દેશ

પ્રતિકાત્મક

ડાયાબીટીસ એ એક તબીબી રોગ છે જેમાં ટાઈપ-૧ ડાયાબિટીસના કિસ્સામાં સ્વાદુપિંડમાંથી ઈન્સ્યુલિનના અપૂરતા ઉત્પાદન અને સ્ત્રાવને કારણે થાય છે અને ટાઈપ-ર ડાયાબિટીસ માટે ઈન્સ્યુલિનની ખામીયુક્ત પ્રતિક્રિયા છે

આપણો દેશ ભારત સમગ્ર વિશ્વમાં આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વૈવિધ્યસભર રાંધણ પરંપરાઓ માટે જાણીતો છે. પરંતુ હવે ભારતની ભોજન પ્રથાને કોઈકની નજર લાગી હોય અથવા ભારતની ખ્યાતનામ વાનગીઓને ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે.

કારણ કે ભારતીય વાનગીઓ ડાયાબિટીસનું કારણ બને છે અને ભારત એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ ધરાવતો દેશ હોવાની વાત એક અભ્યાસમાં સામે આવી છે. આ અભ્યાસ મુજબ ભારતમાં ૮૦ મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ આંકડો એ વાતની સાબિતી છે કે, ભારત વૈશ્વિક સ્તરે ડાયાબિટીસના દર્દીઓની કુલ સંખ્યામાં ૧૭ટકા હિસ્સો ધરાવે છે.

આ સંખ્યા ર૦૪પ સુધીમાં વધીને ૧૩પ મિલિયન થવાની ધારણા છે કે જે ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલી માટે ટિકિગ ટાઈમ બોમ્બ બનવાનું કામ કરે છે સૌથી પહેલા આપણે ડાયાબિટીસ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. ડાયાબિટીસ એ એક તબીબી રોગ છે જેમાં ટાઈપ-૧ ડાયાબિટીસના કિસ્સામાં સ્વાદુપિંડમાંથી ઈન્સ્યુલિનના અપૂરતા ઉત્પાદન અને સ્ત્રાવને કારણે થાય છે અને ટાઈપ-ર ડાયાબિટીસ માટે ઈન્સ્યુલિનની ખામીયુકત પ્રતિક્રિયા છે.

શરીરના સામાન્ય સંજોગોમાં, સ્વાદુપિંડ દ્વારા ઉત્પાદિત હોર્મોન ઈન્સ્યુલિન દ્વારા લોહીમાં શર્કરાનું ચુસ્તપણે નિયંત્રિત થાય છે. ઈન્સ્યુલિન લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે. જયારે લોહીમાં ગ્લુકોઝ વધે છે (ઉદાહરણ તરીકે, ખોરાક ખાધા પછી) ત્યારે ગ્લુકોઝના સ્તરને સામાન્ય બનાવવા માટે સ્વાદુપિંડમાંથી ઈન્સ્યુલિન મુકત થાય છે. ડાયાબિટીસવાળા દર્દીઓમાં, ઈન્સ્યુલિનની ગેરહાજરી અથવા અપુરતું ઉત્પાદન હાયપર ગ્લાયકેમિઆનું કારણ બને છે.

ડાયાબિટીસનો રોગ એ કોઈ ચેપી રોગ નથી પરંતુ એ મુખ્યત્વે જીવનશૈલીની સ્થિતિ છે કે જે ભારતમાં તમામ વય જૂથોમાં ચિંતાજનક રીતે વધી છે, અને યુવા વસ્તીમાં વ્યાપ પણ ૧૦ ટકા થી વધુ વધ્યો છે. ઈન્ડિયન કાઉÂન્સલ ફોર મેડિકલ રિસર્ચ અને ઈÂન્સ્ટટયુટ ફોર હેલ્થ મેટ્રિકસ એન્ડ ઈવેલ્યુએશનના નવેમ્બર ર૦૧૭ના અહેવાલ મુજબ, ભારતમાં ડાયાબિટીસનો વ્યાપ પાછલી એક સદીમાં ૬૪ ટકા વધ્યો છે.

એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડકટસથી ભરેલો આહાર કે જેમાં અલ્ટ્રા- પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડનો સમાવેશ થાય છે- એ ભારત વિશ્વની ડાયાબિટીક કેપિટલ બનવાના અગ્રણી કારણોમાંનું એક છે. ઉચ્ચ તાપમાનની રસોઈ દરમિયાન ચરબી અથવા પ્રોટીન સાથે પ્રતિક્યા આપે છે.

આ સંયોજનો ડાયાબીટીસ પાછળનું મુખ્ય પરિબળ છે.
સમોસા, કેક અને અન્ય પ્રોસેસ્ડ ફૂડસમાં એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડકટસનું પ્રમાણ વધુ છે. ચિપ્સ, તળેલા ચિકન અને પકોડા જેવા તળેલા ખોરાક, કુકીઝ અને ફાઈમ્સ જેવા બેકડ ખોરાક અને તૈયાર ભોજન, માર્જરિન અને મેયોનેઝ જેવા પ્રોસેસ્ડ ફૂડસમાં એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડકટ વધુ હોય છે કે જે હદયરોગ અને ડાયાબિટીસનું જોખમ વધારે છે.

ભારતમાં ડાયાબિટીસના વર્તમાન ઘાતક વધારો મુખ્યત્વે જીવનશૈલીમાં ફેરફારને આભારી છે. ખોરાકની પેટર્નમાં ઝડપી ફેરફાર, શારીરિક નિષ્ક્રિયતા, અને શરીરના વજનમાં વધારો, ખાસ કરીને પેટની ચરબીનું સંચય, વધતા વ્યાપ માટેના કેટલાક પ્રાથમિક કારણો છે. વંશીય રીતે, કોકેશિયનોની સરખામણીમાં ભારતીયો ડાયાબિટીસ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેમ છતાં ચોકકસ પદ્ધતિઓ સારી રીતે જાણીતી નથી.

ભારત સામે નિઃશંકપણે ડાયાબીટીસનો સામનો કરવાનો પડકાર છે. જોકે તબીબી નિષ્ણાતો માને છે કે સમયસર તપાસ અને યોગ્ય વ્યવસ્થાપન દર્દીઓને સામાન્ય જીવન જીવવામાં મદદ કરવા માટે ખૂબ આગળ વધી શકે છે.

ડાયાબિટીસ એ દીર્ધકાલીન તબીબી સ્થિતિ હોવા છતાં, જીવનશૈલીમાં ફેરફાર કરીને પ્રારંભિક સ્તરે ડાયાબિટીસને કાબુમાં કરી શકાય છે અને પ્રારંભિક તબકકાઓ દવાઓ અને મધ્ય તબકકામાં બાહ્ય ઈન્સ્યુલિનના ઈન્જેકશન દ્વારા ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે.

પરંતુ એમ કહેવું ખોટું નહી હોય કે ડાયાબિટીસનો સંપૂર્ણ ઈલાજ થઈ શકતો નથી અને તે આજીવન રહે છે. ડાયાબિટીસનું નિદાન કરનાર વ્યક્તિએ જીવનશૈલીમાં ફેરફાર કરવા જોઈએ જેમાં આદર્શ શરીરનું વજન જાળવવું, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, તમાકુ અને ધુમ્રપાન બંધ કરવું, દારૂનું સેવન બંધ કરવું તે ઉપરાંત
ખાંડના આહારનું નિયંત્રણ કરવા માટે ડોકટરની નિયમિત મુલાકાત મહત્વપૂર્ણ છે.

મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનનો અભ્યાસ કે જેમાં જાણવા મળ્યું છે કે નાની ઉંમરમાં યોગ્ય અને સમતોલ આહાર ડાયાબિટીસના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

લીલા પાંદડાવાળા બિન સ્ટાર્ચવાળા શાકભાજી, ફળો, તળેલા ખોરાકને બદલે બાફેલા ખોરાક જેવા સ્વાસ્થ્યપ્રદ આહાર અપનાવવાથી અને બેકરીના ખોરાક અને ખાંડવાળા ખોરાકમાં ઘટાડો કરીને વ્યક્તિ એવા આહાર લઈ શકે છે જેમાં આહારની એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડકટસ ઓછી હોય અને આમ ટાઈપ-ર ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.