Western Times News

Gujarati News

ગુજરાત એગ્રોએ CSRના ભાગરૂપે ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટને “હોમ કેર વિઝિટ વાન” અર્પણ કરી

“સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ વધુ ૩૧ લાભાર્થીઓને રૂ. ૧૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ એનાયત કરાયા

કૃષિ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ આપી વાનને પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧)” હેઠળ નોંધાયેલા વધુ ૩૧ કૃષિ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૧૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.

કૃષિ મંત્રીશ્રી સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેટલાક લાભાર્થી ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કૃષિ મંત્રીશ્રીએ પણ તેમની સાથે યોજના સંદર્ભે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ થકી નાગરિકોને ખાદ્ય સુરક્ષાપોષણ સુરક્ષા ઉપરાંત આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડી રોકાણવ્યાજ સહાય જેવા જુદા-જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે. જે પૈકી મૂડી સહાય માન્ય સ્થાયી મૂડીરોકાણના ૨૫ ટકા અને બેંકની મુદતી લોન પર ૭.૫ ટકા વ્યાજ સહાયની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૨૦૦ કરોડની બજેટ જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (CSR) અંતર્ગત ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ને આપવામાં આવેલી હોમ કેર વિઝિટ વાનને કૃષિ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. CSR હેઠળ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા GCRIને હોમ કેર વાન તેમજ ૬ સ્લાઇડ કેબીનેટની ખરીદી માટે રૂ. ૨૧.૯૦ લાખનું ફંડ આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.