Western Times News

Gujarati News

આતંકવાદી પન્નુની કબૂલાત કેનેડાના પીએમ ટ્રૂડો સાથે મારા સીધા સંબંધ

ઓટાવા, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું છે કે તેમનું સંગઠન શીખ ફોર જસ્ટિસ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોની ઓફિસના સંપર્કમાં છે. તેમના સંગઠને નિજ્જર હત્યા કેસમાં ટ્રૂડો ઓફિસને ભારત વિરુદ્ધ માહિતી પૂરી પાડી હતી.

ટ્રૂડો સરકાર પર લાંબા સમયથી કેનેડામાં ખાલિસ્તાનીઓને આશ્રય આપવાનો આરોપ છે. પન્નુએ હવે ટ્રૂડો સાથેના તેના સંબંધોની જાહેરમાં કબૂલાત કરીને આ આરોપોને મજબૂત બનાવ્યા છે.

પન્નુએ કહ્યું છે કે એસએફજે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોના કાર્યાલયના સંપર્કમાં છે અને હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ભારત વિરુદ્ધ માહિતી પણ શેર કરી છે.

પન્નુએ કહ્યું કે તેમના સંગઠને ભારતીય હાઈ કમિશનના ‘જાસૂસી નેટવર્ક’ની વિગતો આપતા ટ્‌›ડોની ઓફિસને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. પન્નુ કહે છે કે શીખ ફોર જસ્ટિસ છેલ્લા ત્રણ વર્ષથી કેનેડાના વડાપ્રધાન કાર્યાલય સાથે સીધા જ સંબંધમાં છે.

પન્નુએ એમ પણ કહ્યું કે કેનેડાનો ભારત સામેનો આરોપ કાયદાના શાસન અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે દેશની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. પન્નુનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો તંગ છે.

સંબંધોમાં ખટાશનું કારણ ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો કેનેડાનો આરોપ છે. જૂન ૨૦૨૩માં સરેમાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ગુરપતવંત સિંહ પન્નુ ઘણા સમયથી સમાચારોમાં છે. પન્નુ શીખો માટે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરે છે અને ભારત વિરુદ્ધ નિવેદનો આપતો રહે છે. ન્યૂયોર્કમાં વોલ સ્ટ્રીટ પર સિસ્ટમ એનાલિસ્ટ તરીકે કામ કરનાર પન્નુએ ૨૦૦૭માં શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થા શરૂ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.