કપડવંજ તાલુકામાં આશા અને આશા ફેશીલેટર નો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નડિયાદ અને કપડવંજ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વર્ષ ૨૦૧૯ – ૨૦ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરેલ આશા અને આશા ફેશીલેટર બહેનોને એવોર્ડ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના પ્રમુખ શ્રીમતી ઉષાબા ઝાલા અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી ધુળાભાઈ સોલંકી અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહી કપડવંજ તાલુકામાં સાત (૭) પ્રા. આ.કે અને અર્બન હેલ્થ સેન્ટર ના આશા અને આશા ફેશીલેટર બહેનોને સારી કામગીરી કરવા બદલ ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક પ્રા. આ.કે ના પ્રથમ બીજા અને ત્રીજા નંબરે આવેલ આશા અને આશા ફેશીલેટર બહેનને ચાંદીના સિક્કા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે કપડવંજ તાલુકાની તમામ આશા બહેનો હાજર રહેલ હતી કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી જે.કે.સુતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું