Western Times News

Gujarati News

૩ દિવસમાં ૧૯થી વધુ ફ્લાઇટને બોમ્બથી ઉડાવાની ધમકી

નવી દિલ્હી, દેશમાં બુધવારે વધુ સાત ફ્લાઇટમાં બોંબની ધમકીઓ મળી હતી. આ સાથે છેલ્લાં ત્રણ દિવસમાં ઓછામાં ઓછી ૧૯ ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેનાથી ઘણી ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી હતી અને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

આ ધમકીઓ પછી મુંબઈ પોલીસે એક સગીરને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ કિશોરે કથિત રીતે એક્સ પર એક મિત્રના નામે એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાંથી બોમ્બની ધમકીઓ પોસ્ટ કરી હતી. તે તેના મિત્રને ફસાવવા માગતો હતો, કારણ કે તેની સાથે પૈસાનો વિવાદ ચાલતો હતો.

છત્તીસગઢના રાજનાંદગાંવના ૧૭ વર્ષના કિશોર અને તેના પિતાને મુંબઈ પોલીસે મંગળવારે સમન્સ પાઠવ્યું હતું. કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને રિમાન્ડ હોમમાં લઈ જવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે છેલ્લા બે દિવસમાં અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર બોમ્બની ધમકીના સંબંધમાં એફઆઈઆર દાખલ કરીને આ મામલે તપાસ શરૂ કરી હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે એરપોર્ટ પોલીસને આ મહિને સાત ફ્લાઇટમાં બોંબની ધમકીઓની ફરિયાદ મળી હતી, પરંતુ સંપૂર્ણ તપાસ બાદ તે ખોટી ઠરી હતી. જવાબદાર લોકો સામે કાર્યવાહી ચાલુ કરાઈ છે. પોલીસે હેન્ડલ ચલાવતા લોકોની ઓળખ કરી છે અને ટીમો તેમને પકડવા માટે કામ કરી રહી છે.

દિલ્હી એરપોર્ટ પર બુધવારે સીઆઈએસએફના જવાનોએ એક લગેજમાં ૫.૫૬ એમએમ કેલિબર બુલેટ સાથે એક મુસાફરની ધરપકડ કરી હતી.

આ મુસાફર મુંબઈ જઈ રહ્યો હતો અને તે ઇન્ડિગોની ફ્લાઇટમાં બેસવાનો હતો. સવારે ૭ વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૩ પર તપાસ દરમિયાન સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનોએ તેને અટકાવ્યો હતો.પેસેન્જર ૫.૫૬ એમએમ કેલિબર બુલેટ માટે કોઈ માન્ય સાબિતી આપી શક્યો ન હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.