પદ્મિનીબા વાળાએ પુત્ર સાથે મળીને પતિને માર મારતાં સારવારમાં ખસેડાયા
રાજકોટ, રાજકોટના રેલનગરમાં રહેતાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી ફરીવાર ચર્ચામાં આવ્યા છે. પદ્મિનીબા વાળાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થચો છે. પદ્મિનીબા વાળા તેમના પતિ સાથે ઘરની બહાર રોડ ઉપર ઉગ્ર બોલાચાલી કરતાં હોય એવું વીડિયોમાં જોવા મળે છે.
બીજી તરફ રાત્રીના પોતાના પતિને પાઇપથી મારકુટ કરતાં ઈજાગ્રસ્ત પતિ સારવાર માટે સિવિલ હોસ્પિાટલમાં દાખલ થયા હતાં. પત્નીની સાથે મારકુટ કરવામાં પુત્ર પણ સામેલ હોવાનું તેમણે પોલીસ સમક્ષ કહ્યું હતું.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના રેલનગર રામેશ્વર પાર્ક-૫માં રહેતાં ગિરીરાજસિંહ અનિરૂદ્ધસિંહ વાળા (ઉ.૪૭) રાતે એકાદ વાગ્યે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિેટલે પહોંચ્યા હતા.
તબીબની પુછતાછમાં મારકૂટ થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવી હતી.અહીં ચોકીના સ્ટાફની પ્રાથમિક પૂછપરછમાં ગિરીરાજસિંહે પોતાને પુત્ર સત્યસજીતસિંહ અને પત્ની પદ્મિનીબા વાળાએ પાઇપથી માર માર્યાનું કહેતાં તે મુજબની નોંધ પ્ર.નગર પોલીસમાં કરાવાઈ હતી.
આ મામલે એ.એસ.આઈ. એ.આર. વરૂ નિવેદન નોંધવા પહોંચ્યા હતા. પરંતુ ઘરમેળે સમાધાન થઈ ગયાનું કહી ગિરીરાજસિંહે હોસ્પિઇટલમાંથી રજા લીધી હોવાનું જાણવા મળ્યું છે.પદ્મિનીબા વાળાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, છેલ્લાં ૨૦ વર્ષથી મારા પતિ મને શારીરિક-માનસિક ત્રાસ આપે છે ગઇકાલે વધુ માથાકૂટ થઇ ગઈ.
અમે કોઈ મારકૂટ કરી નથી, માત્ર ઉગ્ર બોલાચાલી થવા પામી છે.પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, પતિ ઘરેથી નીકળી જાય પછી ફોન સ્વિચ ઓફ કરી દે છે અને ચાર-છ મહિને ઘરે આવે છે. તેના પર દેણું થઇ ગયું હતું. ૭૦ લાખ રૂપિયાનું દેવું અમે જમીન વેચીને પૂર્ણ કર્યું છે.
હું જે રીતે આગળ વધી રહી છું એ ઘણા બધાને નથી ગમતું. એ રીતે મારા પતિને પણ ગમતું નહીં હોય. એટલે મારી પર ખોટા ચારિર્ત્યને લઇ શંકાઓ કરી આક્ષેપો કરે છે.SS1MS