હત્યા કેસમાં ખોટી જુબાની આપનારા બે સગાભાઇને એક મહિનાની કેદ
અમદાવાદ, નારોલમાં વર્ષ ૨૦૧૯માં થયેલી હત્યા કેસમાં હોસ્ટાઇલ (જુબાની ફેરવી તોળનાર) થનાર તવારીકઅલી મહોમદઆરીફ પઠાણ(ફરિયાદી) અને ગુલફામ આરીફખાન પઠાણ સામે કોર્ટમાં સોગંદ પર ખોટો પુરાવો આપવા બદલ સીઆરપીસીની કલમ ૩૪૪ મુજબ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ આ મામલે સુનાવણીના અંતે સેશન્સ કોર્ટે બન્ને ભાઇઓને એક મહિનાની કેદ અને રૂ. ૩૦૦ દંડ ફટકાર્યાે છે. નોંધનીય છે કે, હત્યા કરનાર ત્રણ આરોપીઓને કોર્ટે અગાઉ આજીવન કેદની સજા ફટકારી હતી.
નારોલમાં તવારીકઅલી મોહમદઆરીફ પઠાણ અને તેમનો મોટો ભાઇ મોહમદગુલફામ તથા ઘરના સભ્યો ૨૦ મે ૨૦૧૯ના રોજ રમજાન મહિનો હોવાથી રોઝા ખોલવા માટે ફ્‰ટ લેવા લારીએ ઊભા હતા. આ સમયે તવારીકઅલીને તેમના માસીના દીકરા મુસ્લિમે બોલાવ્યા હતા. ત્યારે ત્યાં રહેતા આસીફ લગ્નની બાબતે ઊંચા અવાજથી તવરીકનાભાઇ મોહમદગુલફામ સાથે બોલાચાલી કરી રહ્યાં હતા.
આ તકરારમાં મુસ્લીમ અસ્લમખન પઠાણની હત્યા કરવામાં આવી હતી. આ મામલે નારોલ પોલીસે ફરિયાદ નોંધી મુબારક ઉર્ફે છોટે ઇશાકભાઇ માનખાં પઠાણ, સાજીદઅલી મુબારક ઉર્ફે છોટે ઇશાકભાઇ પઠાણ અને આસીફ મુબારક ઉર્ફે ખોટે અશાકભાઇ પઠાણ સામે ચાર્જશીટ કર્યું હતું.
આ કેસ ચાલતો હતો તે દરમિયાન તવારીક (ફરિયાદી) અને ગુલફામ (સાક્ષી) બન્ને આરોપીઓ સાથે મળી જઈ કોર્ટ રૂબરૂ સોગંદ ઉપર ખોટી જુબાની આપી હતી.
બીજી તરફ મરણ જનારની માતા તરફથી એડવોકેટ શમશાદ પઠાણે સોગંદ ઉપર ખોટી જુબાની આપવા બદલ બંને ભાઈઓ પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી કરી હતી. જેને ધ્યાને લઇ કોર્ટે બંને ભાઈઓની સામે સમરી ટ્રાયલનો હુકમ કર્યાે હતો.
પછી કોર્ટે નોટિસ કાઢી હતી. બન્ને હાજર રહેતા તેમની સામે સમરી ટ્રાયલની સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે બન્ને ભાઇઓને ૧ મહિનાની સજા અને રૂ. ૩૦૦નો દંડ ફટકાર્યાે છે.SS1MS