કામ પર પરત ફરી દીપિકા પાદુકોણ, પતિ રણવીરે શેર કર્યો વીડિયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/Dipika.jpg)
મુંબઈ, દીપિકા પાદુકોણે ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો. દીપિકા-રણવીરે ૮ સપ્ટેમ્બરે પોતાની દીકરીના જન્મના ખુશખબર ફેન્સ સાથે શેર કર્યા હતા.
અભિનેત્રીને માતા બન્યાને માત્ર એક મહિનો અને થોડા દિવસો જ થયા છે, પરંતુ ફેન્સ તેને ફરીથી પડદા પર જોવા માટે ઉત્સુક છે અને દીપિકાએ હવે તેના ફેન્સની ઇચ્છા પૂરી કરી દીધી છે. દીપિકા સ્ક્રીન પર પાછી ફરી છે અને તે પણ પતિ રણવીર સિંહ સાથે.
રણવીરે તેની ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.રણવીર સિંહે હાલમાં જ એક વીડિયો શેર કર્યાે હતો, જેમાં તેની પત્ની દીપિકા પાદુકોણ પણ તેની સાથે જોવા મળી હતી. રણવીરે એક જાહેરાતનો વીડિયો શેર કર્યાે છે, જેમાં તેની પત્ની દીપિકા પાદુકોણ પણ તેની સાથે જોવા મળી રહી છે.
વીડિયો શેર કરતી વખતે રણવીરે કેપ્શનમાં લખ્યું – ‘ખ્યાલ હી ઘર કો ઘર બનાતા હૈ’ આ વીડિયો પર કપલના ઘણા ફેન્સે પણ પ્રતિક્રિયા આપી છે.આ વીડિયોમાં જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે દીપિકાની ફિટનેસ. અભિનેત્રી ગયા મહિને જ માતા બની હતી, પરંતુ વીડિયોમાં તેની ફિટનેસ જોઈને કોઈ કહી શકતું નથી કે તેણે માત્ર ૪૦ દિવસ પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે.
શર્ટ અને પેન્ટમાં જોવા મળેલી દીપિકા ખૂબ જ ફિટ અને સુંદર લાગી રહી છે. આવી સ્થિતિમાં, ફેન્સ પણ તેની ફિટનેસ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.તો બીજી તરફ કેટલાક યૂઝર્સ એવા પણ હતા જેઓ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે દીપિકા-રણવીરની લાડલીનું નામ પૂછવા લાગ્યા હતા.
એક યુઝરે લખ્યું- ‘અરે રણવીર, તમારી દીકરીનું નામ શું છે?’ બીજાએ લખ્યું- ‘તમે તમારી દીકરીનું નામ ક્યારે કહી રહ્યા છો?’ બીજાએ લખ્યું- ‘અમે તમારી નાનકડી એન્જલનું નામ જાણવા માગીએ છીએ.’દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.
બંનેએ લગ્ન પહેલા ઘણા વર્ષાે સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્નના ૬ વર્ષ પછી, કપલે તેમના નાનકડી એન્જલનું આ દુનિયામાં સ્વાગત કર્યું. બંનેએ ૮ સપ્ટેમ્બરના રોજ તેમની દીકરીના જન્મની જાહેરાત કરી હતી, પરંતુ અત્યાર સુધી ન તો ફેન્સને તેની એક ઝલક બતાવી અને ન તો તેનું નામ જાહેર કર્યું છે.SS1MS