Western Times News

Gujarati News

ગેલેક્સીની બહાર મીડિયા અને સામાન્ય લોકો પર પ્રતિબંધ

મુંબઈ, સલમાન ખાનનો જીવ સતત જોખમમાં છે. ભાઈજાનને ઘણા વર્ષાેથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બિશ્નોઈ ગેંગ સલમાન ખાનની પાછળ પડી ગઈ છે. જેલમાં બેઠેલો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દબંગ ખાનને ધમકી આપી રહ્યો છે અને તેને માફી માગવાની સલાહ આપી રહ્યો છે.

ગાયક સિદ્ધુ મૂઝ વાલા અને બાબા સિદ્દીકીની ખુલ્લેઆમ હત્યા બાદ હવે બિશ્નોઈ ગેંગના નિશાના પર સલમાન ખાન છે, પોલીસ પણ આ વાત જાણે છે.રૂ+ સુરક્ષા હેઠળ, સલમાન ખાનને એક ખાનગી સુરક્ષા અધિકારી સાથે એસ્કોર્ટ વાન પણ મળી છે, જે દરેક જગ્યાએ પડછાયાની જેમ તેની સાથે હાજર રહેશે.

અલગ-અલગ હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ પામેલો કોન્સ્ટેબલ પણ હંમેશા અભિનેતા સાથે રહે છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ખાસ કરીને સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અહીં સુરક્ષા માટે ફાર્મહાઉસની અંદર અને બહાર બંને જગ્યાએ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ અભિનેતાને બચાવવા અને બિશ્નોઈ ગેંગના ઈરાદાઓને નિષ્ફળ બનાવવામાં કોઈ કસર છોડી રહી નથી. અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટ અને પનવેલ ફાર્મ હાઉસ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અભિનેતાના જીવને જોખમમાં મૂક્યા વિના પોલીસે વધુ કડક પગલાં લીધાં છે. પોલીસ જાણે છે કે સલમાન પર શું જોખમ તોળાઈ રહ્યું છે.

તેથી હવે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ નજીકથી પસાર થતા લોકો પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.મીડિયા રિપોટ્‌ર્સ મુજબ સલમાન ખાનના ઘરની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હવે ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતા લોકોને ત્યાં રોકાવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે સલમાન ખાનના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત વધી રહ્યો છે.

લોકોને હવે ત્યાં તસવીરો કે વીડિયો બનાવવાની મંજૂરી નથી. એટલું જ નહીં મીડિયા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, મીડિયાને પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવવા અને શૂટિંગ કરવાની મંજૂરી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.