Western Times News

Gujarati News

રાખી સાવંતે બિશ્નોઈ સમુદાયની માંગી માફી

મુંબઈ, ‘હું સલમાન ભાઈને બદલે બિશ્નોઈ સમુદાયની માફી માગું છું’, આટલું કહીને બોલિવૂડની ડ્રામા ક્વીન કરવા લાગી આવુંમહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને દ્ગઝ્રઁ નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાનના નજીકના મિત્ર ગણાતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ એ જ ગેંગ છે જેણે સલમાનને ભૂતકાળમાં ઘણી વખત ધમકી આપી હતી, જેમાં તેના ઘરની બહાર ફાયરિંગ અને ધમકીભર્યા પત્રો મોકલવાની ઘટનાઓ સામેલ છે.

હવે બોલિવૂડની ડ્રામા ક્વીને સલમાન ખાન વતી લોરેન્સ બિશ્નોઈની માફી માગી છે.બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંતે સલમાન ખાન વતી બિશ્નોઈ સમુદાયની માફી માગી છે.

રાખીએ વીડિયોમાં હાથ જોડીને બિશ્નોઈ સમુદાયને સલમાન વિરુદ્ધ કંઈ ન કરવાની અપીલ કરી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રાખી કહે છે, ‘હું બિશ્નોઈ સમુદાયની માફી માગું છું, મારા સલમાન ભાઈને માફ કરો. તે ગરીબોનો દાતા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાખી ઈમોશનલ થઈ રહી છે અને હાથ જોડીને ઉઠક બેઠક કરી રહી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, રાખી સલમાન ખાન માટે પોતાનો પ્રેમ અને ચિંતા બંને વ્યક્ત કરી રહી છે.

આ પહેલા પણ જ્યારે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું ત્યારે રાખીએ બિશ્નોઈ સમુદાયની માફી માંગી હતી અને તેનો તે વીડિયો પણ વાયરલ થયો હતો.

એક્ટિંગથી દૂર રાખી સાવંત સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત વીડિયો અને તસવીરો શેર કરે છે, જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે છે.લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ હવે સલમાન ખાનની સુરક્ષાને લઈને માહિતી સામે આવી છે કે, તેને હવે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

રિપોટ્‌ર્સ અનુસાર, તેના ઘરની નજીક કોઈ પણ વ્યક્તિ ફોટોગ્રાફ નથી લઈ શકતું. આ સિવાય ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

વિશેષજ્ઞો માને છે કે, સલમાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું, ખાસ કરીને જ્યારે બાબા સિદ્દીકીની હત્યાએ માત્ર બોલિવૂડમાં હલચલ મચાવી નથી, પરંતુ તે સેલેબ્સની સુરક્ષાનો મુદ્દો પણ ગરમાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.