‘હું કમલા હેરિસને મત આપવા સુધી જીવંત રહેવા માગું છું’
વાશિગ્ટન, અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટર બુધવારે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં પોતાનો મત કમલા હેરિસને આપ્યો હતો. ઓકટોબર ૧ના દિને પોતાનો ૧૦૦મો જન્મ દિવસ ઉજવનારા જીમી કાર્ટર અત્યારે જ્યોર્જીયા સ્થિત પ્લેઇન્સ શહેરમાં આવેલા ઘરમાં રહે છે.
જયાં તેઓ માટે હોસ્પિટલમાં હોય તેટલી તમામ સુવિધાઓ, અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટ ઊભી કરેલી છે.તેઓના પુત્ર ચિપ કાર્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે, બે મહિના પહેલાથી તેઓની તંદુરસ્તી તો ઘણી જ લથડી ગઈ હતી. ત્યારે મેં તેઓને પૂછયું કે, આપ ૧૦૦ વર્ષ સુધી જીવવા માગો છો ? ત્યારે તેઓએ કહ્યંં હતું, ના, હું કમલા હેરિસને મત આપવા સુધી જીવંત રહેવા માગું છું.
આ અંગે ધી કાર્ટર સેન્ટરે એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓના આ કથનથી વધુ કશુ અમારે જણાવવાનું નથી.આ પૂર્વે મંગળવારે આશરે ૪,૬૦,૦૦૦ મતદારોએ સ્વયં કે પરોક્ષ રીતે પોતાના મત આપ્યા હતા. જેઓ પરોક્ષ રીતે મત આપ્યા તેઓના મત બુધવાર બપોર સુધીમાં પડયા હતા, તેમ એક અધિકારી બ્રા રેફેન સ્પેરન્ગરે જણાવ્યું હતું.
અન્ય અધિકારી રોબર્ટ સીજર્સે જણાવ્યું હતું કે જ્યોર્જીયાના ચૂંટણી નિયમ પ્રમાણે મતદાન કર્યા પછી કોઈ મતદાતાનું નિધન થાય તો પણ તેઓને મત ગણતરીમાં લેવામાં આવે છે. તે જોતાં ૫ નવેમ્બરે જયારે ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનો મત પણ ગણતરીમાં લેવાશે જ.SS1MS