Western Times News

Gujarati News

સાઉથના ફિલ્મમેકર્સ જ મને સારી તકો આપે છે: વરુણ

મુંબઈ, લાંબા સમય પછી વરુણ ધવન કોઈ એક્શન થ્રિલર રોલમાં જોવા મળશે. તાજેતરમાં મુંબઈ ખાતે તેની આગામી સિરીઝ ‘સિટાડેલઃ હની બની’ની ટ્રેલર લોંચ ઇવેન્ટ યોજાઇ હતી, જેમાં તેણે સાઉથના ફિલ્મ મેકર્સનો આભાર માનવાની સાથે આદિત્ય ચોપરાએ તેને એક્શન ફિલ્મમાં તક ન આપી હોવાનો પણ ખુલાસો કર્યાે હતો.

આ સિરીઝના શૂટ વખતના રમુજી કિસ્સાઓની પણ વરુણે વાત કરી હતી. સેટ પર હાજર એક સિક્યોરિટી ઓફિસર સાથેની વાતચીત અંગે વાત કરતા વરુણે કહ્યું,“અમે ગમે ત્યાં શૂટ કરતાં હોઈએ, દરેક જગ્યાએ એમેઝોન તરફથી એક વ્યક્તિ આવશે અને અમને કહેશે, ‘હું અહીં તમારી સુરક્ષા માટે છું.’ હું કહેતો, ‘હું જોઉં છું તમે મને કયા પ્રકારની સિક્યોરિટી આપી રહ્યા છો.’ પણ ખરો પ્રશ્ન હતો, ‘તમને ખરેખર મજા આવી, વરુણ?’ અને હા મને બિલકુલ મજા આવી.

મારા માટે આ કામ વેક અપ કાલ જેવું હતું.”વરુણે એક્શન ફિલ્મોમાં કામ કરવા બદલ સાઉથના ફિલ્મ મેકર્સનો આભાર માન્યો હતો. ખાસ કરીને સિટાડેલના ડિરેક્ટર્સ રાજ એન્ડ ડીકે, એટલી અને કિર્તિ, સાથે તેણે જ્હાન્વી કપૂરનો પણ સાઉથ ઇન્ડિયન વારસાને જાળવી રાખવા સંદર્ભે ઉલ્લેખ કર્યાે હતો. વરુણે કહ્યું, “ઘણા લોકોના ધ્યાનમાં આવવા લાગ્યું છે, ખાસ કરીને મને લાગે છે કે સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે, જેણે મારા કામની નોંધ લીધી છે અને મને એક્શન જોનરમાં સારી તકો આપી છે, આ હકીકત છે. મેં રાજ એન્ડ ડીકે સાથે કામ શરૂ કર્યું અને એના પછી હું અટલી અને કિર્તિ સાથે કામ કરી રહ્યો છું. આશા છે, તેનાથી મને હજુ વધારે તકો મળશે.

મને વિશ્વાસ છે કે લોકો મારું કામ ધ્યાનમાં લેશે અને મને વધુ કામ આપશે.”ત્યાર બાદ વરુણે તેને પેન્ડેમિક દરમિયાન આદિત્ય ચોપરા સાથે થયેલી વાત યાદ કરી હતી અને ખુલાસો કર્યાે હતો કે, આદિએ કેમ તેને મોટા બજેટની એક્શન ફિલ્મમાં લેવા ઇનકાર કર્યાે હતો.

આદિત્ય ચોપરાએ વરુણને કહ્યું હતું કે, એમાં વરુણની ટૅલેન્ટનો પ્રશ્ન નથી, પરંતુ બજેટની મર્યાદાને કારણે તે વરુણને લઈ શકશે નહીં. તેના કારણે વરુણ આર્થિક બાબતો પર વધુ વિચારતો થઈ ગયો, તેનું નોલેજ તેને સિટાડેલમાં જોડાતી વખતે ઉપયોગી થયું હતું. વરુણે કહ્યું, “લોકડાઉન વખતે મને આદિત્ય સાથે બેડમિન્ટન રમવાની તક મળી હતી.

મનીષ શર્મા પણ ત્યાં જ હતા અને એ લોકો ‘ટાઇગર ૩’ બનાવી રહ્યા હતા. મેં આદીને પૂછ્યું તું કોઈ યંગ એક્શન ટૅલેન્ટને આ ફિલ્મમાં કેમ નથી લેતો? તું મને કેમ નથી લેતો? એણે કહ્યું,“મારે તને સારા અભિનય વાળા રોલ આપવા છે, મારે તમે એક્શન રોલ નથી આપવા.”

જોકે, છતાં મેં એને મનાવવાનું ચાલુ રાખ્યું હતું. પછી તેણે કહેલું કે,“હાલ હું તને એ બજેટ આપી શકું તેમ નથી. તું હજુ એ સ્તર સુધી પહોંચ્યો નથી.” એણે જે કહ્યું એ બાબતે હું વિચારમાં પડી ગયેલો. પછી મેં એને મેસેજ કર્યાે, “સર, બજેટ શું છે?” ત્યારે એણે કહ્યું,“આ બજેટ જોઈએ તમારે, જો એક્શનમાં કશુંક મોટું બનાવવું હોય તો.” તેથી સિટાડેલ આવ્યું ત્યારે મેં પૂછ્યું, “તમારુ બજેટ શું છે. ”

એમને નહીં ગમે આ બધું કહીશ તો..પણ હું ખરેખર મને આ તક આપી એટલા માટે તેમનો આભારી છું.” એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ સિરીઝ ૭ નવેમ્બરથી સ્ટ્રીમ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.