સસ્તા અનાજની દુકાનને બદલે ખુલ્લા બજારમાં અનાજ વેચવાનું કૌભાંડ
સીઆઈડી ક્રાઈમે જેતલપુરમાં કંપનીના ગોડાઉનમાં દરોડા પાડયા
સીઆઈડી ક્રાઈમે રૂ.૪પ.૧૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લીધા
(એજન્સી)અમદાવાદ,ગરીબ-મધ્યમ વર્ગ માટેના સસ્તાં અઅનાજની દુકાનો પરથી રાહત દરે વેચાતા અનાજના જથ્થાને બોગસ બીલો મારફતે બારોબાર ગોડાઉન પરથી જ ખુલ્લા બજારમાં વેચી મારવાના કૌભાંડનો સીઆઈડી ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. સીઆઈડી ક્રાઈમની ટીમે જેતલપુરના ગોડાઉન પરથી અનાજનો જથ્થો રવાના થાય એઅ વખતે જ દરોડો પાડી રૂપિયા ૪પ.૧૬ લાખના મુદામાલ સાથે ત્રણ જણાને ઝડપી લીધા હતા. જયારે બાપુનગરના અન્ય એક ફરાર આરોપીની શોધખોળળ શરૂ કરી છે.
બાપુનગરમાં ગુજરાત હાઉસીગ બોર્ડ નજીક આવેલી સૌરભ ઈન્ડસ્ટ્રીના માલીકો દ્વારા સરકારે તરફથી મળતા સસ્તા અનાજના વેપારીઓ પાસેથી ઓછા ભાવે અનાજનો જથ્થો ખરીદીને મોઘા ભાવે વેચી દેવામાં આવતું હોવાનું બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે જેતલપુરમાં આવેલી વી.વી. એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડીને કુલ ૧૯પ૩ કટ્ટામાંથી સરકારી અનાજનો જથ્થો સાથે ત્રણ આરોપીની ધરપકડ કરીને કુલ રૂપિયા ૪પ.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
આરોપી ગોપાલ સુરેશચંદ્ર ગોયેલ, સુશીલ ગોયેલ, વસંત પ્રજાપતીની છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજના વેપારીઓ પાસેથી ચોખા સહીત અન્ય અનાજનો જથ્થો ખરીદતા હતા અને તેના પેકીગ અને માર્કાને બદલીને જેતલપુરમાં આવેલી કંપનીમાં સપ્લાય કરરતા હતા અને ત્યાંથી શહેરની અન્ય કરીયાણાની દુકાનોમાં વેચવામાં આવતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ સીઆઈડી ક્રાઈમ ચારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરીને ફરાર મુખ્ય આરોપી આશીષ ગોયેલની શોધખોળ હાથ ધરી છે.