Western Times News

Gujarati News

ગુરપ્રીત સિંહ હત્યા કેસમાં સાંસદ અમૃતપાલ સિંહનો હાથ

ફરીદકોટ, તાજેતરમાં પંજાબના ફરીદકોટમાં ગુરપ્રીત સિંહ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. ૯ ઓક્ટોબરે ફરીદકોટમાં ‘વારિસ પંજાબ દે’ના ફાઉન્ડર મેમ્બર ગુરપ્રીત સિંહની હત્યાના મામલામાં પંજાબ ડીજીપીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યાે હતો.

પોલીસે હત્યામાં ખડૂર સાહિબ સીટના સાંસદ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની સંડોવણીનો આરોપ લગાવ્યો છે. વિશેષ ટીમ બનાવી હત્યાનો ભેદ ઉકેલાયો છે.પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતનો ખુલાસો કર્યાે હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ હત્યામાં વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર અર્શ દલ્લાનો પણ હાથ હતો.

આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શૂટરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.પોલીસે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા અમૃતપાલ સિંહના કહેવા પર કરવામાં આવી હતી.

ગુરપ્રીત સિંહને ૨૦૨૧માં ‘વારિસ પંજાબ’ ગ્›પના ટ્રેઝરર બનાવવામાં આવ્યા હતા. દીપ સિદ્ધુના મૃત્યુ પછી તે અમૃતપાલની નજીક રહ્યો, પરંતુ બાદમાં અલગ થઈ ગયો. તેણે અમૃતપાલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ પણ કરી હતી. પોલીસનું કહેવું છે કે હાલ તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

અમૃતપાલની પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગુરપ્રીત સિંહ હત્યા કેસની તપાસ માટે ૪ સભ્યોની જીં્‌ની રચના કરવામાં આવી હતી. જેમાં ત્રણ ડીએસપી અને એક એસપીનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ગુરપ્રીત સિંહની ફરીદકોટના હરી નૌ ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની ઉંમર ૩૨ વર્ષની હતી. ગુરપ્રીત પંચાયત ચૂંટણીમાં સરપંચ ઉમેદવારના પ્રચાર માટે હરી નૌ ગામ ગયો હતો. જેવો તે ત્યાંથી પાછો ફરવા લાગ્યો ત્યારે બાઇક સવાર ત્રણ શૂટરોએ ગોળીબાર કરીને તેની હત્યા કરી નાખી.

કહેવાય છે કે ગુરપ્રીત સિંહ છેલ્લા કેટલાક સમયથી અમૃતપાલ સિંહ અને શીખ નેતાઓ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. તેના કારણે તેને સતત ધમકીઓ પણ મળી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.