Western Times News

Gujarati News

પોરબંદરમાં પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા સાળાની છરીના ઘા છીંકી હત્યા

પોરબંદર, પોરબંદર શહેરમાં પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે સમજાવવા પડેલા માસીયાઈ સાળાને ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ મામલે મહિલાએ પોરબંદર પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.પોરબંદર શહેરના વિરડી પ્લોટ વિસ્તારમાં આજે વહેલી સવારે હત્યાની ઘટના બની હતી. પતિ-પત્નીના ઝગડામાં, મહિલાનો મામાનો દીકરો ભાઈ વચ્ચે સમજાવવા આવ્યો હતો.

દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ સાળાને છરીના ઘા ઝીંકી દેતા નિતીન નામના યુવકને છરીના ઘા ઝીંકી દેતા તેને સારવારમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો છે.

આ મામલે મૃતક યુવાનના પરિવારના શોભનાબેન પરમારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેઓના લગ્ન ૮ વર્ષ પહેલાં નરેશ ગોવિંદ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા. નરેશ પરમાર અવારનવાર દારૂ પી હેરાન પરેશાન કરતો હતો.

તેનાથી કંટાળી છેલ્લા બે વર્ષથી મહિલા માવતરના ઘરે પોરબંદરના વીરડી પ્લોટમાં રહે છે. તેનો પતિ નરેશ છેલ્લા પાંચ દિવસથી પોરબંદર આવ્યો છે અને દારૂ પીને મહિલા સાથે મારકૂટ કરે છે.શોભનાબેને પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ, આજે વહેલી સવારે ૯ વાગ્યા આસપાસ મારા અને મારા પતિ-નરેશ વચ્ચે માથાકુટ ચાલતી હતી.

દરમિયાન ઘર નજીકથી પસાર થતો તેમના મામાના દીકરો નિતિન સાદીયાને ઘરની અંદર થતાં ઝગડાનો અવાજ સંભળાતા તે ઘરમાં આવ્યો હતો.

તેણે ઝઘડો શાંત પાડવા સમજાવવાનો પ્રયાસ કર્યાે અને કહ્યું કે, મારી ફઇ ની દીકરીને શું કામ હેરાન કરે છે.આ દરમ્યાન પતિ નરેશ પરમાર ઉશ્કેરાઈ ગયો અને નિતીન સાદીયા ઉપર એક પછી એક છરીના ઘા ઝીંકી દેતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે પોરબંદર ની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં કિર્તિ મંદિર પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ હત્યા કરી નાશી છૂટેલા આરોપી નરેશ પરમારની શોધખોળ હાલ ચાલુ છે.

આ સમગ્ર બનાવ મામલે મહિલાએ પોરબંદર પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેણે પતિના ત્રાસ અંગે કિર્તિ મંદિર પોલીસને અનેકવાર ફરિયાદ કરી હતી. છતાં પોલીસે કોઈ પગલાં ન લીધા ન હતા. જેથી આ ઝગડો હત્યામાં પરિણમ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.