પોલીસ કર્મચારીઓ હવે હેલ્મેટ નહીં પહેરે તો થશે કાર્યવાહી
(એજન્સી)અમદાવાદ,
અમદાવાદ શહેર પોલીસ કમિશનર હેલમેટ મુદ્દે આક્રમક બન્યા છે અને આ આકરા બન્યા તો કોની સામે એ પણ અમદાવાદ પોલીસ સામે,હા હવે અમદાવાદ શહેર પોલીસનો સ્ટાફ હેલમેટ નહી પહેરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.કર્મચારીઓને હેલમેટ પહેરવા માટે ફરજિયાત આદેશ કરવામાં આવ્યો છે.પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરજિયાત હેલમેટ પહેરવું જરૂરી બન્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડયો છે જે પરિપત્ર પોલીસ કર્મીઓ માટે છે જેમાં અધિકારીઓ પણ આવી ગયા જેમા તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાત હેલમેટ પહેરીને પોલીસ સ્ટેશન આવવું પડશે જેમાં સિવિલ સ્ટાફને પણ હેલમેટ પહેરવું ફરજિયાત રહેશે,અને આ હેલમેટની જવાબદારી પોલીસ સ્ટેશનના અધિકારીને સોંપવામાં આવી છે.
પોલીસ કમિશનરનું કહેવું છે કે,અમદાવાદમાં શહેરમાં ફરજ બજાવતો કોઈ પણ કર્મચારી હેલમેટ વિના કચેરીમાં પ્રવેશ નહી કરે તેને લઈ પરિપત્ર કર્યો છે.ત્યારે પોલીસ અધિકારીની આ વાત કર્મચારીઓ માનશે કે પછી ઘોળીને પી જશે એ સવાલ છે,આ બાબતને લઈ દંડનીય કાર્યવાહી પણ થશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.ત્યારે હવે પોલીસ પણ પોલીસની ભલામણ નહી રાખે અને હેલમેટ પહેરશે.જે પણ પોલીસ કર્મીઓએ હેલમેટ વસાવ્યું નથી તે જલદીથી હેલમેટ વસાવી લો નહીતર દંડનીય કાર્યવાહી થશે.
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતમાં માણસના મૃત્યુ પણ નિપજે છે. NCRB ડેટા મૂજબ વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૨માં રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ ૧,૭૧,૧૦૦ વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયેલ છે. જે પૈકી ૭૭, ૮૭૬ એટલે કે ૪૫.૫૧ % મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ માં ફુલ ૭૬૩૪ માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે,