Western Times News

Gujarati News

ઐતિહાસિક રાણીના હજીરા આસપાસના તમામ દબાણ દૂર કરાયા


મધ્યઝોન એસ્ટેટ વિભાગે બાદશાહના હજીરા અને ભદ્ર પ્લાઝામાંથી પણ ફેરિયા હટાવ્યા


(પ્રતિનિધિ) અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં થતા દબાણોને દૂર કરવા માટે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને હેરિટેજ મિલકતો આસપાસ થતા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે શહેરના ભદ્ર પ્લાઝા વિસ્તારને દબાણ મુક્ત કર્યા બાદ શનિવારે રાણીનો હજીરો અને બાદશાહના હજીરા આસપાસ થયેલા દબાણો દૂર કરી નાગરિકોને મોકળાશ આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 38 કરોડના ખર્ચ થી તૈયાર કરવામાં આવે મધરો પ્લાઝા વિસ્તારમાં મોટાભાઈ દબાણ થઈ ગયા હતા. અહીં પરિસ્થિતિ એવી હતી કે ભદ્રકાળીના દર્શન કરવા માટે પણ નાગરિકોને જવામાં મુશ્કેલી પડતી હતી એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે આ અંગે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને નવરાત્રીમાં ભદ્ર પ્લાઝ વિસ્તારમાંથી દબાણ દૂર કર્યા હતા.

પરંતુ નવરાત્રી પૂર્ણ થયા બાદ ફરીથી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ બાબત ધ્યાને આવતા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા શુક્રવારે ભદ્ર પ્લાઝા વિસ્તારને ફરીથી દબાણ મુક્ત કરવામાં આવ્યો હતો તેમ જ નાગરિકો સરળતાથી અવરજવર કરી શકે તે રીતે તેને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની આ કામગીરી શનિવાર સવારે પણ ચાલુ રહી હતી અને હેરિટેજ મિલકત માનવામાં આવતા રાણીના હજીરા ની આસપાસ થયેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટના જણાવ્યા મુજબ રાણીનો હજીરો આપણો ઐતિહાસિક વારસો છે તેની ચારે તરફ મોટાપાયે દબાણ થઈ ગયા હતા જે દૂર કરવામાં આવ્યા છે અને આ ઐતિહાસિક વારસાને દબાણ મુક્ત કરવામાં આવે છે તેવી જ રીતે બાદશાહના હજીરા આસપાસ થયેલા દવાઓને પણ દૂર કરવામાં આવ્યા છે મધ્યઝોન એસ્ટેટ વિભાગની આ કામગીરી સતત ચાલુ રહેશે અને તેમાં કોઈની પણ શેહ શરમ રાખવામાં આવશે નહીં તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું..
હાઇકોર્ટ દ્વારા જે કાયદેસર ફેરીયાઓવાળા છે તેઓને હટાવવામાં નહીં: શહેઝાદખાન પઠાણ
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ નાના- નાના ફેરિયાઓ ધંધો રોજગાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આગામી દિવસમાં દિવાળીનો તહેવાર આવે છે શહેરમાં ઠેર ઠેર ફેરીવાળાઓને દબાણના નામે તેઓને હેરાન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજા પાસે વર્ષોથી બજાર ચાલે છે જ્યાં સસ્તા ભાવે લોકો ખરીદી કરે છે પરંતુ તહેવારના સમયે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જગ્યાએ દબાણના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેરિયાવાળાઓને હેરાન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દરવાજાની પાસે ભદ્રકાળી મંદિર આવેલ છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. કોંગ્રેસ પક્ષની આસ્થા ભદ્રકાળી મંદિર સાથે જોડાયેલી છે. જેથી ભદ્રકાળી મંદિર પરિસરથી દૂર જે કાયદેસર ફેરીયાઓવાળા છે તેઓને ધંધો રોજગાર કરવા દેવામાં આવે. કોંગ્રેસ પક્ષની માંગ છે કે હાઇકોર્ટ દ્વારા જે કાયદેસર ફેરીયાઓવાળા છે તેઓને હટાવવામાં ન આવે, ધંધો રોજગાર કરવા દેવામાં આવે. આ સંદર્ભે  કોંગ્રેસ પક્ષે મ્યુનિસિપલ કમિશનરશ્રી કાયદેસર ના ફેરિયાઓને ધંધો રોજગાર કરવાની લેખિતમાં રજૂઆત કરી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.