Western Times News

Gujarati News

યાહ્યા સિનવારના ઓટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

માથામાં ગોળી, આંગળી કપાઈ

ઇઝરાયલી સૈનિકોએ યાહ્યા સિનવારના મૃત્યુની પુષ્ટિ કરવા માટે તેની આંગળીઓ કાપી નાખી હતી

હમાસ,હમાસના ખતરનાક વડા યાહ્યા સિનવારનું અવસાન થયું છે.ઈઝરાયેલ દ્વારા ગાઝામાં ઈન્ટેલિજન્સ ગ્રાઉન્ડ એટેકમાં તેનું મોત થયું હતું. સિનવાર હમાસના પોલિટબ્યુરોના ચીફ હતા. ઇઝરાયેલી ગ્રાઉન્ડ ફોર્સીસની ૮૨૮ બ્રિગેડ, રફાહને અલ-સુલતાન વિસ્તારમાં સ્કેન દરમિયાન સિનવારનો મૃતદેહ મળ્યો હતો. સીએનએન અનુસાર, ઇઝરાયલી સૈનિકોએ તેના મૃત્યુની પુષ્ટિ કરવા માટે તેની આંગળીઓ કાપી નાખી હતી.રિપોર્ટ અનુસાર, ઇઝરાયલી સૈનિકો ઠેકાણામાં ઘૂસ્યા કે તરત જ તેમને યાહ્યા સિનવારના જેવી એક લાશ મળી.

તેઓએ ડીએનએ પરીક્ષણ માટે તેની આંગળી કાપી નાખી. સિનવાર ૨૦૧૧ માં જેલમાંથી છૂટયો હતો, ત્યાં સુધી તે ઇઝરાયેલની જેલમાં કેદ હતો. તેણે લગભગ બે દાયકા જેલમાં વિતાવ્યા. આ કારણોસર, ઇઝરાયલી સૈનિકો પાસે તેની પ્રોફાઇલ હતી, જેણે ડીએનએ પરીક્ષણને સરળ બનાવ્યું હતું.ઇઝરાયલ નેશનલ સેન્ટર આૅફ ફોરેન્સિક મેડિસિનના મુખ્ય પેથોલોજિસ્ટ ચેન કુગેલને ટાંકીને જણાવ્યું હતું કે, “લેબોરેટરી પ્રોફાઇલ બનાવ્યા પછી, સિનવાર જેલમાં હતો ત્યારે લીધેલી પ્રોફાઇલ સાથે તેની સરખામણી કરી હતી. આખરે તેની ઓળખ ડીએનએ દ્વારા થઈ હતી.

ઈઝરાયેલના સૈનિકોએ પહેલા સિન્વારને તેના દાંતથી ઓળખવાનો પ્રયાસ કર્યાે પરંતુ કંઈપણ સાફ કરી શક્યા નહીં.ઈઝરાયલી સૈનિકો તેમના ઠેકાણાઓ શોધી રહ્યા હોવાના વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં બે ઈઝરાયલી સૈનિકો એક મૃતદેહ પાસે ઉભા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લાશ યાહ્યા સિનવારની છે. તેના ડાબા હાથની એક આંગળી કાપી નાંખવામાં આવી છે.અહેવાલ મુજબ, તેઓએ એવા વીડિયોનું પણ વિશ્લેષણ કર્યું જેમાં મૃત શરીરના ડાબા હાથની પાંચેય આંગળીઓ દેખાતી હતી.

બાદમાં એક આંગળી ગાયબ જોવા મળી હતી.યાહ્યા સિનવારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવનાર મુખ્ય નિષ્ણાતે જણાવ્યું કે સિનવારનું મોત માથામાં ગોળી વાગવાથી થયું હતું. તેમણે કહ્યું કે તેને ટેન્કના ગોળા સહિત અન્ય ઈજાઓ પણ થઈ હતી. પરંતુ મોતનું કારણ માથામાં વાગેલી ગોળી છે. તેની ખોપરીનો એક ભાગ ઉડી ગયો હતો. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.