દેશના પહેલીવાર આઈસ શો ‘Scheherazade’નું અમદાવાદ શહેરમાં આગમન થયું
ભારતના લોકો માટે આઇસ ફિગર સ્કેટિંગ શો એ બહુ નવી વાત
ઓલમ્પિક અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન તાતિયાના નાવકા સાથે ૫૦ કલાકારોનો કાફલો એકા એરેનામાં એરેબિયન નાઇટ્સની કથાઓ રજૂ કરશે
મુંબઈ,અમદાવાદના કે ભારતના લોકો માટે આઇસ ફિગર સ્કેટિંગ શો એ બહુ નવી વાત છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં આઇસ સ્કેટિંગ એ બિલકુલ નવી બાબત છે. ત્યારે રશિયાના ૫૦ કલાકારોનો કાફલો આ શોમાં એરેબિયન નાઇટ્સની ૧૦૦૧ કથાઓ રજૂ કરી રહ્યો છે. આ કલાકારોને ઓલમ્પિકમાં આઇસ સ્કેટિંગ ચેમ્પિયન તેમજ બે વખત વર્લ્ડ ચેમ્પિયન સ્કેટર તાતિયાના નાવકા લીડ કરી રહ્યાં છે. તેની સાથે અન્ય ૪ ચેમ્પિયન સ્કેટર્સ પણ આ શોમાં મહત્વના પાત્રો ભજવી રહ્યાં છે.
આ શો માટે ૧૦૦ ટનથી વધુ બરફ લાવીને તેના માટે ખાસ સ્કેટિંગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. શુક્રવારે સાંજે આ શોનું પ્રિમીયર યોજાયું હતું અને શનિવાર તેમજ રવિવારે તેના શો રજૂ થશે. તેમાં લેસર અને ડિજીટલ ટેન્કોલોજીની મદદથી મોટા સેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને તેના માટે ખાસ સંગીત પણ કમ્પોઝ કરવામાં આવ્યું છે. બરફના સ્ટેજ પર નૃત્યની સાથે અભિનય અને કથન રજૂઆતનો આ પ્રયોગ અમદાવાદમાં નવો છે. અમદાવાદમાં લક્ષ્ય મીડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
તાતિયાનાએ જણાવ્યું હતું કે ગુજરાતની સંસ્કૃતિ, નૃત્ય અને રંગબેરંગી કપડા વિશે મેં બહુ સાંભળ્યું છે, મને તક મળશે તો ગુજરાતમાં તેનો રૂબરૂ અનુભવ કરવાની ઇચ્છા છે. અમારો આ શો ભારત અને રશિયાના મૈત્રી સંબંધોને એક ડેડિકેશન છે, તેથી તેના સંદર્ભે અમે કેટલાંક ખાસ પર્ફાેર્મન્સ પણ આપીશું. અમે ભારતના અન્ય શહેરોમાં પણ અમારો શો લઈ જવા ઇચ્છીએ છીએ. ss1